________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૭૭
તે યથાર્થશ્રદ્ધાનનો અભાવ થાય છે. આ કથન સ્થળપણાથી બતાવ્યું છે પરંતુ તારતમ્યતાથી તો કેવળજ્ઞાનમાં ભાસે છે કે-“આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી, કારણ કે–અહીં (નિમિત્તમાં તો) મૂળ કારણ મિથ્યાત્વકર્મ છે, તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદિ કારણો મળો વા ન મળો, સ્વયમેવ સમ્યક-શ્રદ્ધાનનો અભાવ થાય છે, તથા તેનો ઉદય ન હોય ત્યારે અન્ય કારણ મળો વા ન મળો, સભ્યશ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ સમય સમય સંબંધી સૂક્ષ્મદશાનું જાણવું છદ્મસ્થને હોતું નથી તેથી તેને પોતાની મિથ્યા-સમ્યફશ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શક્તો નથી પણ કેવળજ્ઞાનમાં ભાસે છે, એ અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે.
એ પ્રમાણે જે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તેને સાદિમિથ્યાદૃષ્ટિ કહીએ છીએ, તેને પણ ફરી સમ્યકત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત પાંચ લબ્ધિઓ થાય છે, વિશેષ એટલે કે અહીં કોઈ જીવને દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તે ત્રણેનો ઉપશમ કરી તે પ્રથમોપશમસમ્યકત્વી થાય છે, અથવા કોઈને સમ્યક્રમોહનીયનો ઉદય આવે છે. અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે ક્ષયોપશમસમ્યકત્વી થાય છે. તેને ગુણશ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતાં નથી; કોઈને મિશ્રમોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિમિથ્યાષ્ટિને મિથ્યાત્વ છૂટતાં દશા થાય છે. ક્ષાયિકસમ્યકત્વને વેદકસમ્યગ્દષ્ટિ જ પામે છે, તેથી તેનું કથન અહીં કર્યું નથી. એ પ્રમાણે સાદિમિથ્યાદષ્ટિનો જઘન્ય (કાળ) તો મધ્યમ અંતર્મુહૂર્તમાત્ર તથા ઉત્કૃષ્ટ કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર (કાળ) જાણવો.
જાઓ, પરિણામોની વિચિત્રતા! કે-કોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી પાછો મિથ્યાષ્ટિ બની કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો.
વળી એ સાદિમિથ્યાદષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે, તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com