________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષમાર્ગ કહે છે; પણ પ્રથમ તો પ્રકૃતિ-પુરુષ કોઈ છે જ નહિ. તથા કેવળ જાણવામાત્રથી તો સિદ્ધિ થતી નથી, પણ જાણપણા વડ રાગાદિક મટાડતાં સિદ્ધિ થાય છે. કેવળ જાણવામાત્રથી તો કાંઈ રાગાદિક ઘટે નહિ, કારણ કે-પ્રકૃતિનું કર્તવ્ય માને અને પોતે અકર્તા રહે, ત્યારે રાગાદિ શા માટે ઘટાડે? માટે એ મોક્ષમાર્ગ નથી.
વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. હવે પચીસ તત્ત્વોમાં ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિ સંબંધી કહ્યાં અને એક પુરુષ ભિન્ન કહ્યો, હવે તે તો જુદો જ છે. કોઈ જીવપદાર્થ એ પચીસ તત્ત્વોમાં કહ્યો જ નથી, વળી પુરુષને જ પ્રકૃતિનો સંયોગ થતાં જીવસંજ્ઞા થાય છે, તો જુદા-જુદા પુરુષ પ્રકૃતિ સહિત છે, તેમાં પાછળથી સાધન વડે કોઈ પુરુષ પ્રકૃતિ રહિત થાય છે એમ સિદ્ધ થયું, પુરુષ એક તો ન ઠર્યો.
વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત્ જુદી જ છે? કે જે જીવને આવી વળગે છે? જો તેની ભૂલ છે, તો પ્રકૃતિથી ઇંદ્રિયાદિક વા સ્પર્શાદિક તત્ત્વ ઊપજ્યાં કેવી રીતે માનીએ? તથા જો જુદી છે, તો તે પણ એક વસ્તુ થઈ, સર્વ કર્તવ્ય તેનું ઠર્યું, પુરુષનું કાંઈ કર્તવ્ય જ રહ્યું નહિ, પછી ઉપદેશ શા માટે આપો છો ?
એ પ્રમાણે મોક્ષમાર્ગપણું માનવું મિથ્યા છે.
વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ કહે છે, પણ તેના સત્યઅસત્યનો નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
એ સાંખ્યમતમાં કોઈ તો ઇશ્વરને માનતા નથી, કોઈ એક પુરુષને ઈશ્વર માને છે, કોઈ શિવને તથા કોઈ નારાયણને દેવ માને છે. એમ તેઓ પોતાની ઇચ્છાનુસાર કલ્પના કરે છે, કાંઈ નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે. તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે. ઇત્યાદિક અનેક પ્રકારના વેષધારી તત્ત્વજ્ઞાનના આશ્રયવડે પોતાને મહંત કહેવડાવે છે.
તે પ્રમાણે સાંખ્યમત નિરૂપણ કર્યું.
શિવમત
શિવમતમાં તૈયાયિક અને વૈશેષિક એવા બે ભેદ છે.
નૈયાયિકમત
ત્યાં નૈયાયિકમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન-એ સોળ તત્ત્વ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com