________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[૧૯૭
હોય, એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.
પ્રશ્ન:- જેમ રાજાદિકને (નમસ્કારાદિ) કરીએ છીએ, તેમ આમને પણ કરીએ છીએ?
ઉત્તર:- રાજાદિક કાંઈ ધર્મપદ્ધતિમાં નથી, અને ગુરુનું સેવન તો ધર્મપદ્ધતિમાં છે, રાજાદિકનું સેવન તો લોભાદિકથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહનો જ ઉદય સંભવે છે, પણ ગુરુઓના ઠેકાણે કુગુરુઓને સેવ્યા, ત્યાં તત્ત્વશ્રદ્ધાનના કારણરૂપ તો ગુરુ હતા, તેમનાથી આ પ્રતિકૂળ થયો. હવે લજ્જાદિકથી પણ જેણે કારણમાં વિપરીતતા ઉપજાવી, તેના કાર્યભૂત તત્ત્વશ્રદ્ધાનમાં દઢતા કયાંથી હોય? માટે ત્યાં તો દર્શનમોહનો જ ઉદય સંભવે છે. એ પ્રમાણે કુગુરુઓનું નિરૂપણ કર્યું.
હવે કુધર્મનું નિરૂપણ કરીએ છીએ
કુધર્મનું નિરૂપણ અને તેની શ્રદ્ધા આદિનો નિષેધ
જ્યાં હિંસાદિક પાપ ઊપજે વા વિષય-કષાયોની વૃદ્ધિ થાય, ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ જાણવો. યજ્ઞાદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે, મોટા જીવોનો ઘાત કરે, ત્યાં ઇન્દ્રિયોના વિષય પોષણ કરે, તે જીવો પ્રત્યે દુષ્ટબુદ્ધિ કરી રૌદ્રધ્યાની થાય, તીવ્રલોભથી અન્યનું બૂરું કરી, પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઇચ્છે, અને વળી એવાં કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ કુધર્મ છે.
વળી તીર્થોમાં વા અન્ય ઠેકાણે સ્નાનાદિ કાર્ય કરે, ત્યાં નાના-મોટા ઘણા જીવોની હિંસા થાય, પોતાના શરીરને સુખ ઊપજે, તેથી વિષય પોષણ થાય છે, તથા કામાદિક વધે છે. કુતૂહલાદિ વડે ત્યાં કષાયભાવ વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે.
સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાતાદિમાં દાન આપે છે, ખોટા ગ્રાદિ અર્થે દાન આપે છે, પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે, દાનમાં સોનું, હાથી-ઘોડા અને તલ આદિ વસ્તુઓ આપે છે, પણ સંક્રાંતિ આદિ પર્વ ધર્મરૂપ નથી, જ્યોતિષીના સંચારાદિ વડે (ગમનાગમન વડે) સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટગ્રાદિ અર્થે આપ્યું ત્યાં ભય, લોભાદિકની અધિકતા થઈ, તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. વળી લોભી પુરુષ આપવાયોગ્ય પાત્ર પણ નથી, કારણ કેલોભી નાનાપ્રકારની અસત્ય-યુક્તિઓ વડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું તો ત્યારે થાય કે જ્યારે આના દાનની સહાય વડે તે ધર્મ સાધે; પરંતુ તે તો ઊલટો પાપરૂપ પ્રવર્તે છે. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com