________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૧૧
ઘણા વિશેષ જાણવા તથા ત્રિલોકના આકાર-પ્રમાણાદિકને જાણવા, ઇત્યાદિ વિચાર શું કાર્યકારી છે?
ઉત્તર:- એને વિચારતાં પણ રાગાદિક વધતા નથી, કારણ કે-એ શેયો ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી, તેથી વર્તમાન રાગાદિકના કારણ નથી, તથા એને વિશેષ જાણતાં તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે, તેથી એ ભાવી રાગાદિક ઘટાડવાનાં જ કારણ છે, માટે એ કાર્યકારી છે.
પ્રશ્ન:- સ્વર્ગ-નરકાદિને જાણવાથી તો ત્યાં રાગ-દ્વેષ થાય છે?
ઉત્તર:- જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહિ, અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી પુણ્યકાર્યમાં લાગે, ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે પ્રયોજનભૂત થોડું જ જાણવું કાર્યકારી છે, માટે ઘણા વિકલ્પ શામાટે કરીએ?
ઉત્તર:- જે જીવ અન્ય ઘણું જાણે પણ પ્રયોજનભૂતને ન જાણે, અથવા જેની ઘણું જાણવાની શક્તિ નથી, તેને એ ઉપદેશ આપ્યો છે; પણ જેને ઘણું જાણવાની શક્તિ હોય, તેને તો એ કહ્યું નથી કે-“ઘણું જાણવાથી બૂરું થશે.” તેને તો જેટલું ઘણું જાણશે તેટલું પ્રયોજનભૂત જાણવું નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે
“ सामान्यशास्त्रतो नूनं विशेषो बलवान् भवेत्
અર્થ:- સામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે,” વિશેષથી જ સારી રીતે નિર્ણય થાય છે, માટે વિશેષ જાણવા યોગ્ય છે.
વળી તે તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે. પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવોથી ઊલટી પરિણતિ જોઈએ. સંસારી જીવોને ઇષ્ટ–અનિષ્ટ સામગ્રીથી રાગ-દ્વેષ હોય છે, ત્યારે આને રાગ-દ્વેષ ન હોય. હવે ત્યાં રાગ છોડવા અર્થે તો ભોજનાદિક સામગ્રીનો તે ત્યાગી થાય છે તથા વૈષ છોડવા અર્થે અનિષ્ટસામગ્રી અનશનાદિકને અંગીકાર કરે છે, જો સ્વાધીનપણે એવું સાધન થાય, તો પરાધીનપણે ઇષ્ટ–અનિષ્ટ સામગ્રી મળતાં પણ રાગ-દ્વેષ ન થાય. હવે જોઈએ તો એ પ્રમાણે, પણ તને અનશનાદિકથી વૈષ થયો છે, તેથી તેને તું કલેશ ઠરાવે છે. જ્યારે એ કલેશ થયો, ત્યારે ભોજનાદિ કરવાં સ્વયમેવ સુખ ઠર્યા, અને ત્યાં રાગ આવ્યો, પણ એવી પરિણતિ તો સંસારીઓને હોય જ છે, તો તે મોક્ષમાર્ગી થઈ શું કર્યું?
પ્રશ્ન:- કોઈ સમ્યગ્દષ્ટિ પણ તપશ્ચરણ નથી કરતા?
ઉત્તર:- કોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી, પરંતુ શ્રદ્ધાનમાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com