________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૨૩
નય પ્રમાણાદિકનું વા વિશેષ અર્થોનું જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રન્થોનો તો અભ્યાસ બની શકે નહિ તથા કોઈ નાના ગ્રન્થોનો અભ્યાસ બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં આવે છે તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું.
વળી જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે તથા જેમ કોઈ કોઢીઆને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે તેમ સંસારપીડિત જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન
અને દૂધના અંશો જુદા જુદા થઇ જાય છે, તેમ શુદ્ધ દૃષ્ટિનો ધારક ભેદવિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પરુષોનાં વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી જે તત્ત્વજ્ઞાનપૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે. આવા શ્રોતા હંસ સમાન જાણવા.
હવે નેત્ર સમાન, દર્પણ સમાન, ત્રાજવાની દાંડી સમાન અને કસોટી સમાન ચાર પ્રકારના મહા ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
જેમ નેત્ર ભલા–બુરાને નિર્ણયરૂપ જોઈ શકે છે તેમ ભલા-બુરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી બુરાને છોડી ભલા ઉપદેશનું દઢ શ્રદ્ધાન જેઓ કરે છે તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા.
જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ, મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં આવે છે તેમ સમ્યગૂ ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્યસ્વભાવમાં લાગેલી કર્મ-રજને દૂર કરી આત્મપ્રદેશો નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા.
જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું-વધતું તરત જણાઈ આવે છે, વા તે દાંડી ઓછા વધતાનું જેમ તોલન કરે છે તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યફપ્રકારે પૂર્વ મહાપુરુષોની આમ્નાયાનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડ છે તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશને અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાંડી સમાન જાણવા.
જેમ કસોટી ઉપર ઘસી ભલા–બુરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યગ્રબુદ્ધિરૂપ કસોટી ઉપર પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારી-અહિતકારી ઉપદેશને સમ્યક પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા.
વળી સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, ઊહ ( પ્રશ્ન), અપોહ (ઉત્તર) અને તત્ત્વનિર્ણય એ આઠ ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા. એ પ્રમાણે પ્રસંગાનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું.
(-સંગ્રાહક-અનુવાદ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com