________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
પૂજ્યત્વનું કારણ એ પ્રમાણે એ અતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડ તો જીવ નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અહંત-સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ અહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
તેમાં પણ એમ સમજવું કે-એ અહંતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણપણે સર્વ કેવલીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં અર્વત્ એવું નામ જાણવું. વળી ચૌદમાં ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું.
વળી જેને આચાર્યપદ પ્રાપ્ત થયું હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મધ્યાન કરો વા એકલવિહારી હો વા આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધરપદના ધારક હો, એ સર્વનું નામ આચાર્ય કહેવામાં આવે છે.
વળી પઠન-પાઠન તો અન્ય મુનિ પણ કરે છે પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું હોય તે આત્મધ્યાનાદિક કાર્ય કરવા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે.
તથા જે પદવીધારક નથી તે સર્વ મુનિ સાધુસંજ્ઞાના ધારક જાણવા.
અહીં એવો કોઈ નિયમ નથી કે-પંચાચાર વડે જ આચાર્યપદ હોય છે, પઠન-પાઠનાદિ વડે ઉપાધ્યાય પદ હોય છે તથા મૂલગુણના સાધનવડે સાધુ-પદ હોય છે કારણ એ ક્રિયાઓ તો સર્વ મુનિજનોને સાધારણરૂપ છે પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ એવો
१ आचार्यः स्यादुपाध्यायः साधुश्चेति त्रिघागतिः। स्युर्विशिष्टपदारुढास्त्रयोऽपि मुनिकुञ्जराः।।
एको हेतु: क्रियाप्येका विघञ्चैको वहि: समः। तपो द्वादशधा चैकं व्रत चैकं च पंचधा।। त्रयोदशविधं चैकं चारित्रं समतैकघा। मूलोत्तरगुणाश्चैको संयमोऽप्येकधा मतः।। परिषहोपसर्गाणां सहनं च समं स्मृतम्। आहारादिविधिश्चैकश्चर्यास्थानासनादयः।। मार्गो मोक्षस्य सद्ददृष्टिर्ज्ञानं चारित्रमात्मनः। रत्नत्रयं समं तेषामपि चान्तर्बहिःस्थितिम्।। ध्याता ध्यानं च ध्येयश्च ज्ञाता ज्ञानं च ज्ञेयसात्। चतुर्विधाराधनापि तुल्या क्रोधादिजिष्णुता।। किंवात्र बहुनोक्तेन तद्विशेषोऽवशिष्यते। विशेषाच्छेषनिःशेषो न्यायदस्त्यविशेषभाक्।। एवं मुनित्रयी ख्याता महतो महता महतामपि। तद्विशुद्धिविशेषोऽस्ति क्रमात्तरतमात्मकः।।
અર્થ:- આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ પદો
ઉપર આરૂઢ છે અર્થાત્ વિશેષ-વિશેષ પદોના ભેદથી જ તેઓના ત્રણ ભેદો છે. બાકી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com