________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પાલન કરે છે, "બાવીસ પરિષહને જેઓ સહન કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત્ ધ્યાનમુદ્રાધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે, કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર-વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
આચાર્યનું સ્વરૂપ
તેઓમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મલોભી અન્ય જીવ યાચક તેમને દેખી રાગઅંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત્ત વિધિ વડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા-કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
ઉપાધ્યાયનું સ્વરૂપ
વળી જે પુરુષ ઘણા જૈનશાસ્ત્રનો જ્ઞાતા થઈને સંઘમાં પઠન-પાઠનનો અધિકારી બન્યો હોય, સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પરંતુ કદાચિત્ કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મબુદ્ધિવાનને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
સાધુનું સ્વરૂપ
એ બે પદવીધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, આત્મસ્વભાવને સાધે છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઈષ્ટ–અનિષ્ટપણે માની ફસાય નહિ વા ભાગે નહિ તેમ ઉપયોગને સાધે છે, બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે વા કદાચિત્ ભક્તિ-વંદનાદિ કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
૧. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન-એ બાવીસ પ્રકારના પરિષહ છે.
૨. અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્તશય્યાસન અને કાયકલેશ એ છ પ્રકારનાં બાહ્યતપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન-એ છ પ્રકારનાં અંતરંગ તપ મળી બાર પ્રકારનાં તપ છે. -અનુવાદક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com