________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[
૩
ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાવમાં જઈ બિરાજમાન થયા છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છુટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, ચરમ ( અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષઆકારવત્ જેના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્વ જ્ઞાનદર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, નોકર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તવાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવકર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્યપરદ્રવ્ય, ઉપાધિકભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃત-કૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યત રહે છે એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ–અનિષ્ટ માની તેમાં જે રાગ-દ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે–બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ ત્યાં કંઈપણ સુખદુ:ખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચીતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે, શરીરસંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત
૧. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, સ્નાનાભાવ,
નગ્નતા, અદંતધાવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહારગ્રહણ –એ અઠ્ઠાવીસ મૂલગુણો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com