________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૭૧
ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી જ જાય; માટે ભાવ ભાસવા અર્થે હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા અવશ્ય કરવી.
પ્રશ્ન:- જો પરીક્ષા અન્યથા થઈ જાય તો શું કરવું ?
ઉત્ત૨:- જિનવચન અને પોતાની પરીક્ષા એ બંનેની સમાનતા થાય ત્યારે તો જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાંસુધી તેમ ન થાય, ત્યાંસુધી જેમ કોઈ હિસાબ કરે છે ને તેની વિધિ ન મળે ત્યાંસુધી પોતાની ભૂલ ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર કર્યા કરે.
તથા જે શેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે; નહિ તો તે અનુમાન કરે કેજેણે હૈય-ઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે જ્ઞેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ પ્રયોજનરૂપ કાર્યોમાં પણ જૂઠ ન બોલે તે અપ્રયોજન જજૂઠ શા માટે બોલે? માટે શેયતત્ત્વોનું સ્વરૂપ પરીક્ષા વડે વા આજ્ઞા વડે પણ જાણવું, છતાં તેનો યથાર્થ ભાવ ન ભાસે તોપણ દોષ નથી.
એટલા જ માટે જૈનશાસ્ત્રોમાં જ્યાં તત્ત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તો હેતુ-યુક્તિ આદિ વડે જેમ તેને અનુમાનાદિ વડે પ્રતીતિ થાય તેમ ન કર્યું. તથા ત્રિલોક, ગુણસ્થાન, માર્ગણા અને પુરાણાદિનું કથન આજ્ઞાનુસાર કર્યું એટલા માટે હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી યોગ્ય છે.
ત્યાં જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને તથા સ્વ-૫૨ને પીછાણવાં, ત્યાગવાયોગ્ય મિથ્યાત્વરાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્તનૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવાં, ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તેને અવશ્ય જાણવાં, તેની તો પરીક્ષા કરવી, સામાન્યપણે કોઈ હેતુ-યુક્તિ વડે તેને જાણવાં; પ્રમાણનયો વડે જાણવાં, વા નિર્દેશ-સ્વામિત્વાદિ વડે વા સત્-સંખ્યાદિ વડે તેના વિશેષો જાણવા, અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે તેને સામાન્ય-વિશેષરૂપ ઓળખવા. તથા એ જાણવાના ઉપકારી ગુણસ્થાન-માર્ગણાદિક, પુરાણાદિક વા વ્રતાદિક ક્રિયાદિકનું પણ જાણવું યોગ્ય છે. ત્યાં જેની પરીક્ષા થઈ શકે તેની પરીક્ષા કરવી, ન થઈ શકે તેનું આજ્ઞાનુસાર જાણપણું કરવું.
એ પ્રમાણે તેને જાણવા અર્થે કોઈ વખત પોતે જ વિચાર કરે છે, કોઈ વખત શાસ્ત્ર વાંચે છે, કોઈ વખત સાંભળે છે, કોઈ વખત અભ્યાસ કરે છે તથા કોઈ વખત પ્રશ્નોત્તર કરે છે, ઇત્યાદિરૂપ પ્રવર્તે છે, પોતાનું કાર્ય કરવાનો તેને ઘણો હર્ષ છે તેથી અંતરંગ પ્રીતિથી તેનું સાધન કરે છે. એ પ્રમાણે સાધન કરતાં જ્યાંસુધી સાચું તત્ત્વજ્ઞાન ન થાય, ૧. ‘ આ આમ જ છે’ એવી પ્રતીતિસહિત જીવાદિતત્ત્વોનું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com