________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૧૯
પ્રશ્ન:- છમસ્થને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવ-બંધ થાય છે?
ઉત્તર:- એમ પણ નથી. કારણ કે શુકલધ્યાનમાં પણ મુનિઓને છએ દ્રવ્યોનાં દ્રવ્યગુણ-પર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિ-મન:પર્યયાદિમાં પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે, વળી ચોથાગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને પણ આસ્રવ-બંધ વધારે છે. તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનમાં આહારવિહારાદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસ્રવ-બંધ થોડો છે, અને ગુણશ્રેણીનિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્યના-પરદ્રવ્યના ચિંતવનથી નિર્જરા–બંધ નથી, પણ રાગાદિક ઘટતાં નિર્જરા છે. તથા રાગાદિક થતાં બંધ છે, તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. તેથી અન્યથા માને છે. પ્રશ્ન:- જો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નય-પ્રમાણ-
નિપાદિનો વા દર્શન જ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ?
ઉત્તર:- જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી, માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી.
વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે સામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન રહ્યા કરે, ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે. પણ તે વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
પ્રશ્ન- ત્યાં તો ઘણા વિકલ્પ થયા. તો નિર્વિકલ્પદશા કેવી રીતે સંભવે?
ઉત્તર:- નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમકે છદ્મસ્થનું જાણવું વિચાર સહિત હોય છે, તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું, પણ આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે.
વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિ-એમ કહીએ, તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી.
અહીં જો એમ કહીએ કે પોતાનો જ વિચાર રહે છે, પરનો નહિ.” પણ પરમાં પરબુદ્ધિ થયા વિના, નિજમાં નિજબુદ્ધિ કેવી રીતે આવે ? ત્યારે તે કહે છે કે “શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે
भावयेत् भेदविज्ञानमिदमच्छिन्नधारयाः તાવવFરવુવા જ્ઞાનું જ્ઞાને પ્રતિષતે ! (કળશ-૧૩૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com