________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
નિશ્ચય અને વ્યવહારનું વિવરણ
નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય તથા વ્યવહાર દ્રવ્યના યથાસ્થિત ભાવ છે. પરંતુ વિશેષ એટલું કે-જ્યાંસુધી સંસારાવસ્થા છે ત્યાંસુધી વ્યવહાર કહેવાય. સિદ્ધને વ્યવહારાતીત કહેવાય. તેથી સંસાર, વ્યવહાર એ બન્ને એકરૂપ કહ્યા અર્થાત્ સંસારી તે વ્યવહારી, વ્યવહારી તે સંસારી. હવે
એ ત્રણે અવસ્થાનું વિતરણ
જ્યાંસુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાંસુધી અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધવ્યવહારી છે. સમ્યગ્દષ્ટિ થતાં જ માત્ર ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી મિશ્રનિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે; અને કેવલજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધવ્યવહારી છે.
નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર સંસારાવસ્થિત ભાવ,
તેનું વિવરણ
મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી તેથી પરસ્વરૂપવિષે મગ્ન બની પરકાર્યને તથા પરસ્વરૂપને પોતાનાં માને છે, તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધવ્યવહારી કહેવાય.
સમ્યગ્દષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષપ્રમાણવડ અનુભવે છે, પરસત્તા અને પરસ્વરૂપને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગદારવડે પોતાના સ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે, તે કાર્ય કરતાં તે મિશ્રવ્યવહારી કહેવાય.
કેવળજ્ઞાની(જીવ) યથાખ્યાતચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે તેથી તે શુદ્ધવ્યવહારી કહેવાય. તેનામાં યોગારૂઢ અવસ્થા વિધમાન છે તેથી તેને વ્યવહારી નામ કહ્યો. શુદ્ધવ્યવહારની મર્યાદા તેરમા ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાન સુધી જાણવી. યથા असिद्धत्वपरिणमनत्वात् व्यवहारः।
હવે ત્રણે વ્યવહારનું સ્વરૂપ
શુભોપયોગમિશ્રિત
અશુદ્ધવ્યવહાર શુભાશુભાચારરૂપ છે, શુદ્ધાશુદ્ધવ્યવહાર સ્વરૂપાચરણરૂપ છે, અને શુદ્ધવ્યવહાર શુદ્ધસ્વરૂપાચરણરૂપ છે.
પરંતુ વિશેષ તેનું એટલું છે:- કોઇ કહે કે શુદ્ધસ્વરૂપાચરણાત્મ તો સિદ્ધમાં પણ વિદ્યમાન છે, તેથી ત્યાં પણ વ્યવહાર સંજ્ઞા કહેવી જોઈએ; તે તેમ નથી કેમકે સંસાર અવસ્થા સુધી વ્યવહાર કહીએ છીએ, સંસારાવસ્થા મટતાં વ્યવહાર પણ મટયો કહેવાય, અહીં એ સ્થાપના કરી છે તેથી સિદ્ધ વ્યવહારાતીત કહેવાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com