________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
ॐ
नमः सिद्धेभ्यः
સ્વર્ગીય પંડિતશિરોમણિ ટોડરમલજી કૃત
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક
ગુજરાતી અનુવાદ
-શાર્દૂલવિક્રીડિત છંદ
શ્રી સત્તત્ત્વરુચિ સુબોધ સ્થિરતા શુદ્ધાત્મ ભાવે વરૂં, વંદું સમ્રુતિ સદ્દગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધે ઠરૂં; પ્રારંભે પરમેષ્ઠિ પંચ પ્રણમું માંગલ્ય આપે સદા, સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા.
-સવૈયા
શાશ્વત નિજાત્મ તત્ત્વ યથાર્થ સમજવાને, મોક્ષમાર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે; અનાદિનું દુઃખ જાય આત્મસિદ્ધિ સઘ થાય, આસ્રવ રોકાય ભાવ સંવર વરાય છે. નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ, જ્ઞાન-ધ્યાન આત્મ પુષ્ટિ સત્વર કરાય છે; મંગળ કલ્યાણમાલા સુગંધ વિસ્તાર થાય, મોહ ભાવ જાય શુદ્ધ સ્વભાવ પમાય છે.
-દોહરા
પરમ પદારથ પામવા, મંગલમય જિનવાણ; વંદુ નિજગુણ વૃદ્ધિકર, લહું સદા સુખખાણ.
ગ્રંથકર્તાનું મંગલાચ૨ણ
મંગલમય મંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન; કરી મંગલ કરૂં છું મહા, ગ્રંથકરણ શુભકાજ, જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com