________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વિશેષ સ્વરૂપને પ્રકાશવાવાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે એનું જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપ-પ્રતિભાસનનું નામ દર્શન છે તથા વિશેષ સ્વરૂપ પ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી-જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે.
જ્ઞાન-દર્શનાવરણકર્મોદયજન્ય અવસ્થા
પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ-દર્શનાવરણનો સંબંધ છે, જેના નિમિત્તથી એ શક્તિનું વ્યક્તપણું થતું નથી, પણ એ કર્મોનો ક્ષયોપશમથી કિંચિત્ મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન વર્તે છે. તથા કોઈ વેળા અવધિજ્ઞાન પણ હોય છે. વળી કોઈ વેળા અચક્ષુદર્શન હોય છે તો કોઈ વેળા ચક્ષુદર્શન વા અવધિદર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ.
મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ
પ્રથમ તો મતિજ્ઞાન છે તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન એ પાંચ દ્રવ્યઇન્દ્રિય તથા હૃદયસ્થાનમાં આઠ પાંખડીના ફુલ્યા કમળના આકારવાળું દ્રવ્યમન એની સહાયતાવડે જ જાણે છે. જેમ મંદ-દષ્ટિવાળો મનુષ્ય પોતાના નેત્રવડે જ દેખે છે, પરંતુ ચશ્માં લગાવવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શક્તો નથી. તેમ આત્માનું જ્ઞાન મંદ છે. હવે તે પોતાના જ્ઞાનવડે જ જાણે છે, પરંતુ દ્રવ્યઇદ્રિય વા મનનો સંબંધ થતાં જ જાણે છે, એ વિના નહિ.
વળી નેત્ર તો જેવાને તેવાં જ હોય, પરંતુ ચશ્માની અંદર કાંઈ દોષ હોય તો દેખી શકે નહિ, થોડું દેખે વા અન્યથા દેખે, તેમ ક્ષયોપશમ તો જેવો ને તેવો હોય, પરંતુ દ્રવ્યઇન્દ્રિય વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહિ, થોડું જાણે વા અન્યથા જાણે. કારણ દ્રવ્યઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિજ્ઞાનને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેનું દષ્ટાંતઃ- જેમ મનુષ્યાદિકને બાલ-વૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્યઇન્દ્રિય વા મન શિથિલ હોય તો જાણપણું શિથિલ હોય છે. વળી જેમ શીતવાતુ આદિન નિમિત્તથી સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વા મનના પરમાણુ અન્યથા હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય.
વળી એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. તેનું દાંતઃ-જેમ નેત્રઇન્દ્રિયને અંધકારના પરમાણુઅથવા ફૂલા આદિના પરમાણુ વા પાષાણાદિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com