________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કષાયોમાં કોઈ વેળા ભિન્નતા ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી, એ પ્રમાણે કષાયરૂપ પરિણમન થાય છે.
વળી ચારિત્રમોહના ઉદયથી નોકષાય થાય છે. હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઇષ્ટપણું માની પ્રફુલ્લિત થાય છે-હર્ષ માને છે, રતિના ઉદયથી કોઈને ઇષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છેત્યાં આસક્ત થાય છે, અતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે-ત્યાં ઉદ્વેગરૂપ થાય છે. શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે-ખેદ માને છે, ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે-તેનો સંયોગ ઇચ્છતો નથી, જુગુપ્સાના ઉદયથી કોઈ પદાર્થને અનિષ્ટ માની તેની ઘૃણા-તિરસ્કાર કરે છે-તેનો વિયોગ થવો ઇચ્છે છે, એમ હાસ્યાદિ છ જાણવા. તથા વેદના ઉદયથી તેને કામપરિણામ થાય છે, ત્યાં સ્ત્રીવેદના ઉદયથી પુરુષ સાથે રમવાની ઇચ્છા થાય છે, પુરૂષવેદના ઉદયથી સ્ત્રી સાથે રમવાની ઈચ્છા થાય છે અને નપુંસક વેદના ઉદયથી એકસાથે બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ પ્રમાણે એ નવ નોકષાય છે. ક્રોધાદિ જેવા એ બળવાન નથી તેથી એને ઈષત્કષાય અર્થાત્ નોકષાય કહેવામાં આવે છે. અહીં “નો ” શબ્દ ઈષવાચક જાણવો. એ નોકષાયનો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે.
',
એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્રમોહના ઉદયથી મિથ્યા-ત્વભાવ તથા કષાયભાવ થાય છે. એ જ સંસારના મૂળ કારણ છે. વળી વર્તમાનકાળે પણ જીવ એનાથી જ દુ:ખી છે. તથા ભાવી સંસારના કારણરૂપ કર્મબંધનનું મૂળ કારણ પણ એ જ છે. એનું જ બીજું નામ મોહ તથા રાગ-દ્વેષ છે. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મસાવધાનતાનો અભાવ હોય છે. વળી માયા-લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણે પ્રકારના વેદ એ બધાનું નામ રાગ છે, કારણ કે ત્યાં ઈષ્ટબુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધ-માન એ બે કષાય અને અતિ, શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે, કારણ કે ત્યાં અનિષ્ટબુદ્ધિ થઈ દ્વેષ વર્તે છે. સામાન્યપણે એ રાગ-દ્વેષ અને મોઢુ એ બધાનું નામ મોહ છે, કારણ કે એ બધાયમાં સર્વત્ર અસાવધાનતા જ હોય છે.
અંતરાયકર્મોદયજન્ય અવસ્થા
અંતરાયકર્મના ઉદયથી જીવ ઈચ્છે છે તે થતું નથી. દાન આપવા ઇચ્છે પણ આપી શકે નહિ, વસ્તુની પ્રાપ્તિ ઇચ્છે પણ થાય નહિ, ભોગ ભોગવવા ઇચ્છે પણ ભોગવી શકે નહિ,
ઉપભોગ લેવા ઇચ્છે પણ લેવાય નહિ અને પોતાની જ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવા ઈચ્છે પણ તે પ્રગટ થઇ શકે નહિ. એ પ્રમાણે અંતરાય ઉદયથી પોતે જે ઈચ્છે તે થતું નથી, તથા એના ક્ષયોપશમથી કિંચિત્માત્ર ઇચ્છેલું પણ પ્રાપ્ત થાય છે, ઇચ્છા તો ઘણી જ છે પરંતુ એ ઈચ્છેલું પણ કિંચિત્માત્ર મળે છે. ઘણું દાન દેવા ઈચ્છે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com