________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨].
મોક્ષમાર્ગ પ્રકાશક
નાનાપ્રકારના પરિગ્રહ રાખે છે. વળી ત્યાં મુનિઓને ભ્રામરીઆદિ* આહાર લેવાની વિધિ કહી છે, ત્યારે આ આસક્ત બની દાતારના પ્રાણ પીડી આહારાદિ ગ્રહણ કરે છે. ગૃહસ્થધર્મમાં પણ ઉચિત ન હોય એવા અન્યાય અને લોકનિંઘ કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે.
વળી જિનબિંબ-શાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ અવિનય કરે છે. પોતે તેનાથી પણ મહંતતા રાખી, ઉચ્ચ આસને બેસવું, ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે અનેક વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે, મૂલગુણાદિકના ધારક કહેવડાવે છે. એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે, અને ગૃહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિવડે ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા પાપને મોટો ધર્મ માનવો, એ મિથ્યાત્વનું ફળ અનંતસંસાર કેમ ન હોય? શાસ્ત્રમાં એક જિનવચનને અન્યથા માનતાં મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જિનવચનની કોઈ પણ વાત રાખી જ નથી, તો એ સમાન બીજાં પાપ કયું? હવે અહીં કુયુક્તિઓ વડે જેઓ એ કુગુરુઓનું સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીએ છીએ.
૯. લિપ્તદોષ-ગેરૂ, હુડતાલ, ખડી, કાચો આટો, લીલું શાક, અપ્રાસુક જળ આદિથી લિપ્ત થયેલો આહાર લેવો, તે લિસદોષસહિત આહાર છે.
૧૦. મિશ્રદોષ-સચિત્ત પૃથ્વી, જળ, બીજ (ઘઉં-જવ આદિ) હરિતકાય (ફલ-ફૂલ-પાત્રાદિ) ત્રસજેમાં બેઇઢિયાદિ જીવો સાક્ષાત્ દેખાતા હોય એવા સચિત્ત-અચિત્ત અન્નને મિશ્રદોષયુક્ત માન્યું છે તેનો બનાવેલો આહાર મિશ્રદોષરહિત છે.
હવે ભોજનક્રિયા સંબંધી ચાર દોષ કહીએ છીએ
૧. અંગારદોષ-આ વસ્તુ બહુ સુંદર અને રૂચિકર છે, મને ઇષ્ટ છે, કંઈક વધારે મળે તો ઠીક, એ પ્રમાણે આહારમાં અતિ લંપટતાસહિત ભોજન કરવું. તે અંગારદોષયુક્ત ભોજન છે.
૨. ધૂમદોષ-આ વસ્તુ બહુ જ ખરાબ બની છે, મને બિલકુલ સારી લાગતી નથી, એ પ્રમાણે આહારમાં, જાગુપ્તા-સહિત ભોજન કરવું તે ધૂમદોષસહિત ભોજન છે.
૩. સંયોજનદોષ-ગરમના ભેગું ઠંડું, ઠંડાના ભેગું ગરમ, ચીકણાના ભેગું રૂનું અને રૂખાના ભેગું ચીકણું, એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પદાર્થોને એકબીજામાં મેળવી ગ્રહણ કરવા, તે સંયોજનદોષ છે.
૪. અતિમાત્રાહારદોષ-બે ભાગ આહાર તથા એક ભાગ જલથી ઉદર ભરવું એ જ ઉચિત છે. છતાં એ ક્રમનું ઉલ્લંઘન કરી જે સાધુ પેટ ઠાંસીને આહાર લે, તે અતિમાત્રાહરદોષસહિત ભોજન છે. એ પ્રમાણે છેતાલીસ દોષ છે.
* ગોચરીવૃત્તિ, ભ્રામરીવૃત્તિ, અક્ષમૃક્ષણવૃત્તિ, ગર્તપૂરણવૃત્તિ અને અગ્નિપ્રશમનવૃત્તિ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com