________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કોઈ કહે “આ પંચમ કાળમાં આવું પણ સાધુપદ હોય છે, તો એવું સિદ્ધાંત-વચન બતાવો. સિદ્ધાંત સિવાય પણ તમે માનો છો, તો પાપી થશો. એ પ્રમાણે અનેક યુક્તિ વડે તેમને સાધુપણું બનતું નથી, તથા સાધુપણા વિના તેમને સાધુ-ગુરુ માનતાં મિથ્યાદર્શન થાય છે. કારણ કે-સાચા સાધુને જ ગુરુ માનતાં સમ્યગ્દર્શન હોય છે.
વળી તેઓ શ્રાવકધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે. ત્રસહિંસા અને સ્કૂલમૃષાદિ હોવા છતાં પણ, જેનું કાંઈ પ્રયોજન નથી એવો કિંચિત્ ત્યાગ કરાવી, તેને દેશવ્રતી થયો કહે છે, અને તે ત્રસઘાતાદિ જેમાં થાય એવાં કાર્ય કરે છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ અગિયાર અવિરતિ કહે છે, તો ત્યાં ત્રસઘાત કેવી રીતે સંભવે ? શ્રાવકના અગિયાર પ્રતિમાભેદ છે, તેમાં દશમી-અગિયારમી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો નથી, અને સાધુ થાય છે.
પૂછીએ છીએ ત્યારે કહે છે કે “પડિમાધારી શ્રાવક આ કાળમાં થઈ શકતો નથી.” જુઓ-શ્રાવક ધર્મ તો કઠણ તથા મુનિધર્મ સુગમ '! એ પ્રમાણે વિરુદ્ધ કહે છે. વળી અગિયારમી પ્રતિમાધારકને થોડો પરિગ્રહ, તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે છે, પણ એ સંભવિત વચન નથી. તેઓ કહે છે કે “એ પ્રતિમા તો થોડો જ કાળ પાળી છોડી દઈએ છીએ.” હવે એ ઉત્તમ કાર્ય છે, તો ધર્મબુદ્ધિ જીવ ઉચ્ચ ક્રિયાને શા માટે છોડે ? તથા નીચું કાર્ય છે, તો તેને શા માટે અંગીકાર કરે? તેથી એ સંભવતું જ નથી.
વળી કુદેવ-કુગુરુને નમસ્કારાદિ કરતાં પણ શ્રાવકપણું બતાવે છે. તેઓ કહે છે કેધર્મબુદ્ધિ વડે અમે વંદતા નથી, પણ લૌકિક વ્યવહાર છે. પણ સિદ્ધાંતમાં તો તેમની પ્રશંસાસ્તવનને પણ સમ્યકત્વમાં અતિચાર દોષ કહ્યો છે. તો ગૃહસ્થોને ભલે મનાવવા અર્થે, વંદના કરવી કેમ સંભવે ?
અહીં કહેશો કે “ભય-લજ્જા-કુતૂહલાદિ વડે જ અમે વંદીએ છીએ.” તો એ કારણો વડે કુશીલાદિક સેવતાં પણ પાપ ન કહો, માત્ર અંતરંગમાં તેને પાપ જાણવું જોઈએ, પણ એ પ્રમાણે તો સર્વ આચરણમાં વિરુદ્ધતા થશે.
વળી ખેદનો વિષય છે કે-મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તો મુખ્યતા નથી, પણ પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડાવવાની મુખ્યતા જોવામાં આવે છે. પણ એ ક્રમભંગ ઉપદેશ છે. વળી ધર્મનાં અંગ ઘણાં છે, તેમાં એક પરજીવની દયાને જ મુખ્ય કહે છે, તેનો પણ વિવેક નથી. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષવસ્તુનું ભક્ષણ ન કરવું, તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવો, ઇત્યાદિ તેનાં અંગોની તો મુખ્યતા નથી, પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થોડું કરવું, ઇત્યાદિ કાર્યોની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com