________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉત્તર- જીવોને મિથ્યાવાસના અનાદિથી છે, હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ છે, વળી જીવોને વિષય-કપાયરૂપ કાર્યોની ઇચ્છા વર્તે છે અને તેમાં વિષય-કપાયરૂપ કાર્યોનું જ પોષણ છે, તથા રાજાદિકો અને વિધાવાનોનું એવા ધર્મમાં વિષય-કષાયરૂપ પ્રયોજન સિદ્ધ થાય છે, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલંઘી પાપ પણ જાણીને તે જે કાર્યો કરવા ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની પ્રવૃત્તિ વિશેષ
પ્રશ્ન-એ ધર્મમતોમાં પણ વિરાગતા અને દયા ઇત્યાદિક કહ્યાં છે?
ઉત્તરઃ- જેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય (નાણું ) ચાલે નહિ, તેમ સાચ મેળવ્યા વિના જૂઠ ચાલે નહિ પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષય-કષાયનું જ પોષણ કર્યું છે. જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધનરૂપણ કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે.
જુઓ! આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા અને હિંદુઓ ઘટી ગયા, તથા હિંદુઓમાં પણ અન્ય તો વધી ગયા અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે.
એ પ્રમાણે આ ક્ષેત્રમાં, આ કાળમાં મિથ્યાધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે.
અન્યમત નિરૂપિત તત્ત્વ વિચાર
હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિવડે જુદા-જુદા મત સ્થાપિત થયા છે, તેમાં જે તત્ત્વાદિક માને છે, તેનું નિરૂપણ કરીએ છીએ.
સાંખ્યમત
સાંખ્યમતમાં પચીસ તત્ત્વ માને છે, તે અહીં કહીએ છીએ-સત્ત્વ, રજ અને તમ: એ ત્રણ ગુણ કહે છે. સત્ત્વવડે પ્રસાદ (પ્રસન્નતા) થાય છે, રજોગુણવડે ચિત્તની ચંચળતા થાય છે, તથા તમોગુણવડ મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃત્તિ છે. તેનાથી બુદ્ધિ ઊપજે છે, તેનું જ નામ મહતત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે. અહંકારથી સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે-સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત તથા એક મન થાય છે, પાંચ કર્મેન્દ્રિય થાય છે-વચન, પગ, હાથ, ગુદા અને લિંગ, પાંચ તન્માત્રા થાય છે-રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી, સ્પર્શથી પવન, શબ્દથી આકાશ એ પ્રમાણે થયાં કહે છે. એ રીતે ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિસ્વરૂપ છે, એનાથી ભિન્ન નિર્ગુણ કર્તા-ભોક્તા પુરુષ એક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com