________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
આમ્રાય મેળવવી અને જો પરંપરા આમ્રાયથી મળે તો તે કથન પ્રમાણ કરવાં. એટલો વિચાર કરવા છતાં પણ સત્ય-અસત્યનો નિર્ણય ન થઈ શકે તો “જેમ કેવળીને ભાસ્યું તેમ પ્રમાણ છે? એમ માની લેવું. કારણ કે-દેવાદિકનો વા તત્ત્વોનો નિર્ધાર થયા વિના તો મોક્ષમાર્ગ થાય નહિ, તેનો તો નિર્ધાર પણ થઈ શકે છે, જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધરૂપ કહે તો પોતાને જ તે ભાસી જાય છે. પણ અન્ય કથનનો નિર્ધાર ન થાય, સંશયાદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય, અને જો, “કેવળીનું કહ્યું પ્રમાણ છે' એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષમાર્ગમાં વિઘ્ર નથી, એમ સમજવું.
શંકા - જેમ જિનમતમાં નાના પ્રકારનાં કથન કહ્યાં તેમ અન્યમતમાં પણ કથન હોય છે, હવે તમારા મતનાં કથનને તો તમે જે-તે પ્રકારથી સ્થાપન કર્યા અને અન્ય મતનાં એવાં કથનને તમે દોષ લગાવો છો એ તમને રાગ-દ્વેષ છે.
સમાધાન- કથન તો નાનાપ્રકારના હોય પણ જો તે એક જ પ્રયોજનને પોષતાં હોય તો કાંઈ દોષ નથી, પરંતુ જો કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન તથા કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન પોષે તો ત્યાં દોષ જ છે. હવે જિનમતમાં તો રાગાદિક મટાડવાનું એક પ્રયોજન છે તેથી તેમાં કોઈ ઠેકાણે સર્વરાગાદિ છોડાવી અલ્પરાગાદિ કરાવવાનું પ્રયોજન પોપ્યું છે તથા કોઈ ઠેકાણે સર્વ રાગાદિ છોડાવવાનું પ્રયોજન પોપ્યું છે, પરંતુ રાગાદિ વધારવાનું પ્રયોજન કોઈ પણ ઠેકાણે નથી માટે જિનમતનાં સર્વ કથન નિર્દોષ છે. તથા અન્યમતમાં કોઈ ઠેકાણે રાગાદિ મટાડવાના પ્રયોજન સહિત કથન કરે છે ત્યારે કોઈ ઠેકાણે રાગાદિ વધારવાના પ્રયોજન હિત કથન કરે છે, એ જ પ્રમાણે અન્ય પણ પ્રયોજનની વિરુદ્ધતાપૂર્વક કથન કરે છે, તેથી અન્યમતના કથન સદોષ છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતાં જુદાં જુદાં વચન કહે તેને પ્રામાણિક કહીએ છીએ, પણ જે અન્ય અન્ય પ્રયોજન પોષતી વાત કરે તેને મૂર્ખ કહીએ છીએ.
જિનમતમાં નાનાપ્રકારનાં કથન છે તે જુદી જુદી અપેક્ષા સહિત છે, ત્યાં દોષ નથી પણ અન્યમતમાં એક જ અપેક્ષાપૂર્વક અન્ય અન્ય કથન કરે છે ત્યાં દોષ છે. જેમ કે જિનદેવને વીતરાગભાવ છે તથા સમવસરણાદિ વિભૂતિ પણ હોય છે ત્યાં વિરોધ નથી; કારણ કેસમવસરણાદિ વિભૂતિની રચના ઇંદ્રાદિક કરે છે અને તીર્થકરને તેમાં રાગાદિક નથી તેથી એ બંને વાતો તો સંભવે છે, પણ અન્યમતમાં ઇશ્વરને સાક્ષીભૂત-વીતરાગ પણ કહે છે તથા તેના જ વડે કરેલા કામ-ક્રોધાદિભાવ નિરૂપણ કરે છે; હવે એક આત્માને વીતરાગપણું તથા કામક્રોધાદિભાવ કેમ સંભવે? એ જ પ્રમાણે અન્ય પણ સમજવું.
કાળદોષથી જિનમતમાં એક જ પ્રકારે કોઈ કથન વિરુદ્ધ લખ્યાં છે તે તો તુચ્છબુદ્ધિવાનોની ભૂલ છે, કાંઈ મતમાં દોષ નથી. ત્યાં પણ જિનમતનો એટલો તો અતિશય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com