________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૯૭
પરિણામ એ શુભોપયોગ છે, પાપાનુરાગરૂપ વા દ્વેષરૂપ પરિણામ એ અશુભોપયોગ છે તથા રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે સંકલેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી.
કરણાનુયોગમાં તો રાગાદિરતિ શુદ્ધોપયોગ યથાખ્યાતચારિત્ર થતાં જ થાય છે અને તે મોહનો નાશ થતાં સ્વયં થાય છે, ત્યાં નીચલી અવસ્થાવાળા એ શુદ્ધોપયોગનું સાધન કેવી રીતે કરે ? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રર્વતે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની બુદ્ધિગોચર રાગાદિક છોડયો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે.
એ જ પ્રમાણે સ્વ-૫૨ શ્રદ્ધાનાદિ થતાં સમ્યક્ત્વાદિ હ્યાં તે બુદ્ધિગોચર અપેક્ષાએ નિરૂપણ છે, સૂક્ષ્મભાવોની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં સમ્યક્ત્વાદિનું નિરૂપણ કરણાનુયોગમાં હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
જો દ્રવ્યાનુયોગના ક્શનની વિધિ કરણાનુયોગથી મેળવવા જઈએ તો તે કોઈ ઠેકાણે તો મળે તથા કોઈ ઠેકાણે ન મળે; જેમ-યથાખ્યાતચારિત્ર થતાં તો બંને અપેક્ષાએ શુદ્ધોપયોગ છે પરંતુ નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત્ શુદ્ધોપયોગ હોય છે પણ કરણાનુયોગ અપેક્ષાએ નિરંતર કષાય અંશના સદ્ભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય કથન પણ સમજવાં.
વળી દ્રવ્યાનુયોગમાં ૫રમતમાં કહેલાં તત્ત્વાદિકને અસત્યરૂપ દર્શાવવા માટે તેનો નિષેધ કરીએ છીએ ત્યાં દ્વેષબુદ્ધિ છે એમ ન સમજવું, પણ તેને અસત્યરૂપ દર્શાવી સત્યશ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન છે એમ જાણવું.
એ પ્રમાણે તથા અન્ય પણ અનેક પ્રકારથી દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન કહ્યું છે.
એ પ્રમાણે ચારે અનુયોગના વ્યાખ્યાનનું વિધાન કહ્યું ત્યાં કોઈ ગ્રંથમાં એક અનુયોગની, કોઈમાં બેની, કોઈમાં ત્રણની તથા કોઈમાં ચારે અનુયોગની પ્રધાનતાસહિત વ્યાખ્યાન હોય છે, ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું.
અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ
હવે એ અનુયોગમાં કેવી પદ્ધતિની મુખ્યતા હોય છે તે અહીં કહીએ છીએ:પ્રથમાનુયોગમાં તો અલંકારશાસ્ત્રો વા કાવ્ય આદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com