________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ર ] .
મોક્ષમાર્ગ પ્રકાશક અશુભપદ્ધતિ એ અધોગતિનું પરિણમન છે તથા શુભપદ્ધતિ એ ઊર્ધ્વગતિનું પરિણમન છે. તેથી અધોરૂપ સંસાર અને ઊર્ધ્વરૂપ મોક્ષસ્થાન છે એમ સ્વીકારી તેમાં શુદ્ધતા આવી એમ માન્યું, એમાં વાંધો નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી ને! જેમ કોઈ પુરુષ નદીમાં ડૂબકી મારે, જ્યારે ફરી ઉછળે ત્યારે દૈવયોગાત્ ઉપર તે પુરુષને નૌકા મળી જાય પરંતુ (ઉપર આવ્યા વિના) જોકે તે તારક (તા) છે તો પણ કેવી રીતે નીકળે? કારણ કે તેનું કાંઈ જોર ચાલતું નથી, ઘણો કળ-બળ કરે પણ તેને વશ કાંઈ પણ નથી. તેમ વિશુદ્ધતાનીપણ ઉર્ધ્વતા જાણવી; માટે ગર્ભિતશુદ્ધતા કહી. ગ્રંથિભેદ થતાં એ ગર્ભિતશુદ્ધતા મોક્ષમાર્ગ તરફ ચાલી પોતાના સ્વભાવવડે વર્તમાનરૂપ થઈ ત્યારે તે પૂર્ણ યથાખ્યાતરૂપ પ્રગટ કહેવાઈ. વિશુદ્ધતાની જે ઉર્ધ્વતા એજ તેની શુદ્ધતા.
જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે “સમ્યગ્દર્શનજ્ઞાનચારિળણિ મોક્ષમાર્ગ: તથા એમ પણ કહ્યું કે- “જ્ઞાનકિક્રયાભ્યામ્ મોક્ષ' તે સંબંધી વિચાર:- ચોથા (અવિરતસમ્યકત્વ) ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાનપર્યત મોક્ષમાર્ગ કહ્યો તેનું વિવરણ
સમ્યકરૂપ જ્ઞાનધારા, વિશુદ્ધરૂપ ચારિત્રધારા એ બન્ને ધારા મોક્ષમાર્ગ તરફ ચાલી. ત્યાં જ્ઞાનવડ જ્ઞાનની શુદ્ધતા અને ક્રિયાવડ ક્રિયાની (ચારિત્રની) શુદ્ધતા થવા લાગી. (અહીં પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવી) વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે તે (ક્રમશ:) યથાખ્યાતચારિત્રરૂપ થાય છે; જો વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોત તો જ્ઞાનગુણ શુદ્ધ હોય અને ક્રિયા (પરિણતિ ) અશુદ્ધ રહેત, પણ કેવળીભગવાનમાં એમ તો હોતું નથી. (તેથી સિદ્ધ થાય છે કે, તેમાં ( વિશુદ્ધતામાં) શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ.
અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતાવડે ક્રિયા શુદ્ધ થઈ; પણ એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણને આશ્રયે નથી, સર્વ અસહાયરૂપ છે. વળી સાંભળ! જો ક્રિયાપદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ તો નથી કે તે મોક્ષમાર્ગ તરફ ગતિ કરે. વિશુદ્ધતામાં યથાખ્યાતચારિત્રનો અંશ છે તેથી તે અંશ ક્રમશઃ પુર્ણ થયો.
હે ભાઈ ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તે માની છે તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી, જો તે નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે ત્યાં અમે શું કરીએ ? જો માને તો તને શાબાશી. એ દ્રવ્યાર્થિકની ચૌભંગી પૂર્ણ થઈ.
નિમિત્ત-ઉપાદાનનો શુદ્ધ-અશુદ્ધરૂપ વિચાર:હવે પર્યાયાર્થિકની ચૌભંગી સાંભળ!—૧ વક્તા અને શ્રોતા બન્ને અજ્ઞાની, તે નિમિત્ત અને ઉપાદાન બન્ને અશુદ્ધ. ૨ વક્તા અજ્ઞાની અને શ્રોતા જ્ઞાની, તે નિમિત્ત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ ૩ વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની, તે નિમિત્ત શુદ્ધ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com