Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 385
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવચનિકા [ ૩૬૭ ચારે પાસે એક છીપનો ખંડ લાવી બતાવ્યો, અને પ્રત્યેકને પ્રશ્ન કર્યો કે આ શું છે? છીપ છે કે રૂપું? પ્રથમ સંશયવાળો પુરુષ બોલ્યો કે કાંઇ સમજ પડતી નથી કે આ તે છીપ છે કે રૂપું! મારી દષ્ટિમાં તેનો નિર્ધાર થતો નથી. પછી બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઇ સમજણ નથી કે તમે છીપ કોને કહો છો તથા રૂપું કોને કહો છો? મારી દષ્ટિમાં કાંઇ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો? અથવા તે ચુપ રહે. ઘેલછાથી બોલે નહિ. હવે ત્રીજો વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આતો પ્રત્યક્ષપ્રમાણ રૂપે છે, આને છીપ કોણ કહે છે? મારી દ્રષ્ટિમાં તો રૂપે સૂજે છે, તેથી સર્વથા પ્રકારે તે રૂપું છે. તે ત્રણે પુરુષોએ તે છીપના સ્વરૂપને જાણું નહિ, તેથી તે ત્રણે મિથ્યાવાદી છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે-આ તો પ્રત્યક્ષપ્રમાણ છીપના ખંડ છે તેમાં સંશય શો ? છીપ, છીપ, છીપ, નિર્ધાર છીપ. જો આને કોઇ અન્ય વસ્તુ કહે તો તે પ્રત્યક્ષપ્રમાણ ભ્રમિત વા અંધ. તેવી રીતે સમ્યગ્દષ્ટિને સ્વ-પર સ્વરૂપમાં સંશય, વિમોહ, વિભ્રમ નથી, યથાર્થ દષ્ટિ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્ત તો નાનાપ્રકારનાં છે એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન(સંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ. મૂઢ જીવ બંધપદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહિ. કેમકે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય નહિ. જ્ઞાતા જ્યારે કદાચિત્ બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ પદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિનું બંધરૂપ ચાલ્યું છે, હવે એ પદ્ધતિથી મોહ તોડી વર્તુ; આ પદ્ધતિનો રાગ પૂર્વની જેમ હે નર! તું શા માટે કરે છે? તે ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિમાં મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભક્તિ, તપ ક્રિયા પોતાના શુદ્ધસ્વરૂપસન્મુખ થઇને કરે, એ જ્ઞાતાનો આચાર છે. એનું નામ મિશ્રવ્યવહાર છે. હવે હેય-શેય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર હેય-ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, શેય-વિચારરૂપ અન્ય પદ્રવ્ય સ્વરૂપ ઉપાદેય-આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચનઃ- ગુણસ્થાનકના પ્રમાણમાં હેય-જ્ઞયઉપાદેયરૂપ શક્તિ જ્ઞાતાની હોય. જેમ જેમ જ્ઞાતાની હેય-શય-ઉપાદેયરૂપ શક્તિ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391