Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 381
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવચનિકા [ કવિવર પં. બનારસીદાસજી રચિત ]. એક જીવ દ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય, એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ, એક એક પ્રદેશવિષે અનંત કર્મવર્ગણા, એક એક કર્મવર્ગણાવિષે અનંત-અનંત પુદ્ગલપરમાણુ, એક એક પુદ્ગલપરમાણુ અનંત ગુણ, અનંત પર્યાયસહિત વિરાજમાન છે. આ પ્રમાણે એક સંસારાવસ્થિત જીવપિંડની અવસ્થા છે; એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય સપિંડરૂપ જાણવા. એક જીવદ્રવ્ય અનંત અનંત પુદ્ગલ દ્રવ્યથી સંયોગિત (સંયુક્ત) માનવું. તેનું વિવરણ – જુદા જુદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા રૂપે પુદ્ગલદ્રવ્યની પરિણતિ છે. તેનું વિવરણ:- એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થાસહિત નાના આકારરૂપ પરિણમે તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહિ; તેનો બીજો પ્રકાર છે( અર્થાત્ અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય.) એ પ્રમાણે અનંતાનંતસ્વરૂપ જીવદ્રવ્ય અનંતાનંતસ્વરૂપ અવસ્થાસહિત વર્તી રહ્યાં છે. કોઇ જીવદ્રવ્યના પરિણામ કોઇપણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે નહિ. એ જ પ્રમાણે એક પુદ્ગલપરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદ્ગલપરમાણુ દ્રવ્યથી મળતી આવે નહિ. તેથી પુદ્ગલ (પરમાણુ ) દ્રવ્યની પણ અન્યઅન્યતા જાણવી. હવે જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય એકક્ષેત્રાવગાહી અનાદિકાળથી છે; તેમાં વિશેષ એટલે કે જીવદ્રવ્ય એક અને પુદ્ગલપરમાણુ દ્રવ્ય અનંતાનંત, ચલાચલરૂપ, આગમનગમનરૂપ, અનંતાકાર પરિણમનરૂપ, બંધ-મુક્તિશક્તિસહિત વર્તે છે. હવે જીવદ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મુખ્ય સ્થાપી. એક અશુદ્ધઅવસ્થા, બીજી શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રઅવસ્થા તથા ત્રીજી શુદ્ધઅવસ્થા. એ ત્રણે અવસ્થા સંસારી જીવદ્રવ્યની જાણવી. સંસારાતીત સિદ્ધને અનવસ્થિતરૂપ કહીએ છીએ. -હવે ત્રણે અવસ્થા સંબંધી વિચાર:- એક અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય, બીજાં મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્ય અને ત્રીજો શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય છે. અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે; મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર છે; તથા શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391