________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
[ ૩૬૧
ન સૂક્ષ્મ જાણવું. ચરણાનુયોગઆદિમાં સ્થૂળ ક્શનની મુખ્યતા છે અને કરણાનુયોગમાં સૂક્ષ્મ થનની મુખ્યતા છે, એવા ભેદ અન્ય ઠેકાણે પણ જાણવા.
એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું.
વળી ભાઈશ્રી! તમે ત્રણ દૃષ્ટાંત લખ્યાં અથવા દષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચન્દ્ર, જળબિન્દુ, અગ્નિકણ-એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચન્દ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ –એ સર્વદેશ છે, એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એદેશ પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે અને જેમ દૃષ્ટાંતોની એક જાતિ છે તેમ જ જેટલા ગુણ અવ્રત સમ્યગ્દષ્ટિને પ્રગટ થયા છે તેની અને તેરમા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે.
પ્રશ્ન:- જો એક જાતિ તો જેમ કેવળી સર્વ શેયને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાનવાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે ?
ઉત્ત૨:- ભાઈશ્રી! પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે. ચોથા ગુણસ્થાનવાળાને મતિ-શ્રુતરૂપ સમ્યગ્નાન છે, અને તેરમા ગુણસ્થાનવાળાને કેવળરૂપ સમ્યજ્ઞાન છે. વળી એકદેશ સર્વદેશનું અંતર તો એટલું જ છે કે મતિ-શ્રુતજ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ વા અપ્રત્યક્ષ, કિંચિત, અનુક્રમથી જાણે છે તથા કેવળજ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપત્ જાણે છે. પ્રથમનો પરોક્ષરૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષરૂપે જાણે છે, એટલો જ તેમાં વિશેષ (ભેદ) છે, વળી જો સર્વથા ( એ બન્ને જ્ઞાનની) એક જ જાતિ કહીએ તો જેમ કેવળજ્ઞાની યુગપત્ પ્રત્યક્ષ અપ્રયોજનરૂપ શેયને નિર્વિકલ્પરૂપે જાણે છે તેમ એ (મતિ-શ્રુત સમ્યજ્ઞાની) પણ જાણે, પણ એમ તો નથી, તેથી પ્રત્યક્ષ-પરોક્ષનો વિશેષ (ભેદ) જાણવો. કહ્યું છે કે :
स्याद्वादकेवलज्ञाने
सर्वतत्त्वप्रकाशने। भेदः साक्षादसाक्षाच्च ह्यवस्त्वन्यतमं भवेत् ।।
(દસહસ્રી-વશમ:પરિચ્છેદ્દ-૬૦% )
અર્થ:- સ્યાદ્વાદ અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન-એ બન્ને સર્વ તત્ત્વોને પ્રકાશનારાં છે, ભેદ એટલો જ કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરંતુ વસ્તુ છે તે અન્યરૂપે નથી.
વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com