________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ–અનુમાનાદિક પરોક્ષ પ્રમાણાદિવડે જણાતો નથી. પોતે જ અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરનાં આકારાદિ તો પરોક્ષ છે, પણ જીભવડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે, એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે, જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે-એમ જાણવું.
અથવા જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકોમાં કહીએ છીએ કે-“અમે સ્વપ્નામાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો;” ત્યાં તેને પ્રત્યક્ષ દીઠો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક પ્રત્યક્ષવત્ (તે પુરુષને) યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ; તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. કથન તો અનેક પ્રકારનાં હોય છેતે સર્વ આગમઅધ્યાત્મશાસ્ત્રથી જેમ વિરોધ ન આવે તેમ વિપક્ષા-ભેદવડ જાણવાં.
પ્રશ્ન:- એવો અનુભવ કયા ગુણસ્થાનમાં થાય છે?
સમાધાન- ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથામાં તો ઘણા કાળનાં અંતરાલથી થાય છે અને ઉપરના ગુણસ્થાનોમાં શીધ્ર શીધ્ર થાય છે.
પ્રશ્ન:- અનુભવ તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોમાં ભેદ શો?
ઉત્તર- પરિણામોની મન્નતામાં વિશેષ છે; જેમ બે પુરુષ નામ લે છે અને બંનેના પરિણામ નામ વિષે છે, ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ આમાં પણ જાણવું.
પ્રશ્ન:- જો નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુકલધ્યાનનો પ્રથમ ભેદ (જે) પૃથકત્વવિતર્કવીચાર કહ્યો છે, તેમાં પૃથ7વિતર્ક' -નાનાપ્રકારના શ્રુતનો વીચાર'–અર્થવ્યંજન-યોગ-સંક્રમણ-એમ કેમ કહ્યું?
ઉત્તર:- કથન બે પ્રકારે હોય છે : એક ધૂળરૂપ છે અને બીજાં સૂક્ષ્મરૂપ છે. જેમ સ્થૂળરૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું, પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન સુધી મૈથુનસંજ્ઞા કહી; તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળરૂપે કહી છે. તથા સૂક્ષ્મતાથી પૃથકત્વવિતર્કવીચારાદિ ભેદ વા કષાયાદિક દશમાં ગુણસ્થાન સુધી કહ્યાં છે ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થળ જાણવું, અને જે પોતે પણ ન જાણી શકે, (માત્ર) કેવળી ભગવાન જ જાણી શકે એવા ભાવોનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com