________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
[ ૩૫૭
તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણે, તે અહીં નથી અને મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇંદ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ.
વળી આ સ્વાનુભવને મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ કેમકે આ અનુભવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી.
મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય તથા મનના અવલંબન વિના હોતું નથી પણ અહીં ઇન્દ્રિયનો તો અભાવ જ છે, કારણ કે ઇન્દ્રિયનો વિષય મૂર્તિક પદાર્થ જ છે. વળી અહીં મનશાન છે, કારણ મનનો વિષય અમૂર્તિક પદાર્થ પણ છે, તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિન્તાનો વિરોધ કરે છે તેથી તેને મન દ્વારા થયું એમ કહીએ છીએ, “વાવિન્તનિરોધો ધ્યાનમ્' (મોક્ષશાસ્ત્ર અ. ૮, સૂત્ર ર૭) એવું ધ્યાનનું પણ લક્ષણ એવી અનુભવદશામાં સંભવે છે.
વળી સમયસાર-નાટકના કવિતમાં કહ્યું છે કે
वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम। रस स्वादत सुख ऊपजै, अनुभव याकौ नाम।।
એ પ્રમાણે મન વિના જુદા જ પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી, તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ, તેથી તેને અતીન્દ્રિય કહેવામાં અને મનજનિત કહેવામાં કાંઈ વિરોધ નથી; વિવક્ષાભેદ છે.
વળી તમે લખ્યું કે “આત્મા અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિયવડે જ ગ્રાહ્ય થઈ શકે', તો ભાઈશ્રી ! મન અમૂર્તિક (પદાર્થ)ને પણ ગ્રહણ કરે છે કારણ કે મતિ-શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કહ્યાં છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું કે
मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु।। १-२६ ।।
વળી તમે પ્રત્યક્ષ-પરોક્ષનો પ્રશ્ન લખ્યો. પણ ભાઈશ્રી ! સમ્યકત્વમાં તો પ્રત્યક્ષ-પરોક્ષના ભેદ નથી. ચોથા ગુણસ્થાને સિદ્ધ સમાન ક્ષાયિકસમ્યકત્વ થઈ જાય છે, તેથી સમ્યકત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાનરૂપ જ છે તે (જીવ) શુભ-અશુભ કાર્ય કરતો પણ રહે છે. (તેથી કાંઈ યથાર્થ પદાર્થશ્રદ્ધાન ન હોય એમ હોતું નથી;) તેથી તમે જે લખ્યું હતું કે “નિશ્ચયસમ્યકત્વ પ્રત્યક્ષ છે અને વ્યવહારસમ્યકત્વ પરોક્ષ છે,' તે એમ નથી. સમ્યકત્વના તો ત્રણ ભેદ છે. તેમાં ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વ તો નિર્મળ છે કેમકે તે મિથ્યાત્વના ઉદય રહિત છે, તથા ક્ષયોપશમસમ્યકત્વ સમળ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com