Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 373
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી [ ૩૫૫ તે જીવ સમ્યક્ત્વી થાય છે. માટે સ્વ-પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે. વળી જો સ્વ-૫૨નું શ્રદ્ધાન નથી અને જૈનમતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા સાત તત્ત્વોને માને છે, અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માનતો નથી તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વવડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ-૫૨ ભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. વળી એવા સમ્યક્ત્વી થતાંની સાથે, જે જ્ઞાન [પૂર્વે] પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ, કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન થયું. સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. એ [સમ્યગ્દષ્ટિ ] જો કદાચિત્ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવ૨ણનિત ઔયિક અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યજ્ઞાન જ છે, કેમકે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યજ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (–વાદળ ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિ-શ્રુતરૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ થાય છે, તેથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે. વળી એ સમ્યગ્દષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય-કષાયાદિરૂપ વા પૂજા-દાન-શાસ્ત્રાભ્યાસાદિકરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પરૂપ જાણવા. પ્રશ્ન:- જ્યાં શુભ-અશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય ? સમાધાનઃ- જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ-વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ મારું કામ નથી.' એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે; પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચો૨ જ કહેવાય; તેને કર્મોદય-જનિત શુભાશુભરૂપ કાર્યનો કર્તા થઈ તદ્રુપ પરિણમે, તોપણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ કાર્ય મારાં નથી.' જો દેહાશ્રિત વ્રતસંયમને પણ પોતાનાં માને (અર્થાત્ પોતાને તેનો કર્તા માને) તો તે મિથ્યાદષ્ટિ થાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391