________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પંડિતપ્રવર ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
સિદ્ધ શ્રી મુલતાન નગર મહાશુભસ્થાનવિષે સ્વધર્મી ભાઈ અનેક ઉપમાયોગ્ય અધ્યાત્મરસરોચક ભાઈશ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધારથદાસજી આદિ સર્વ સ્વધર્મી યોગ્ય. લિ. ટોડરમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો.
અહીં યથાસંભવ આનંદ છે. તમને ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું
બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામસિંઘજી ભવાનીદાસજીને આવ્યો હતો. તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા.
ભાઈશ્રી ! આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. એ જ વાત કહે છે
तत्प्रति प्रीतिचितेन, येन वार्त्तापि हि श्रुता। निश्चितं सः भवेदव्यो, भाविनिर्वाणभाजनम्।।
पद्मनन्दिपंचविंशतिका (एकत्वशीतिः २३)
અર્થ:- જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્યપુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાત્ તે જરૂર મોક્ષમાં જાય છે.
ભાઈશ્રી! તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચાગર્ભિત પત્ર તે શીધ્ર શીધ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે, અને નિરંતર સ્વરૂપાનુભવનો અભ્યાસ રાખશોજી. શ્રીરસ્તુ.
હવે, સ્વાનુભવદશા વિષે પ્રત્યક્ષ-પરોક્ષાદિક પ્રશ્નોના ઉત્તર સ્વ-બુદ્ધિ અનુસાર લખું છું
તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ, જાણવા અર્થે લખું છું :
જીવ [ નામનો ચેતન] પદાર્થ અનાદિ [ કાળ] થી મિથ્યાદષ્ટિ છે; ત્યાં સ્વ-પરના યથાર્થરૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને દર્શન-મોહના ઉપશમ-ક્ષય-ક્ષયોપશમથી સ્વ-પરના યથાર્થશ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com