________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૫૩
તેવા પંડિતપ્રવરના આ અધ્યાત્મના ગૂઢ રહસ્યોથી પૂર્ણ ચિઠ્ઠીને અમે નાનું સરખું શાસ્ત્ર પણ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી. તે એક પ્રાચીન ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે; તે તેમણે પોતાના મુલતાન નિવાસી શિષ્યોના પ્રશ્નોના ઉત્તરરૂપે લખી છે. પંડિત ટોડરમલજીએ તે પ્રશ્નોના ઉત્તરો કેટલી ખૂબીથી આપ્યા છે તે વિષયમાં અમારે કાંઈ કહેવાની આવશ્યકતા નથી; કારણ કે તે તો પાઠકોની સમક્ષ જ છે. પરંતુ આ આપણા પૂર્વ વિદ્વાન અધ્યાત્મરસના રસિક હોવા છતાં પણ વ્યવહારમાં કેટલા દક્ષ હતા તે આ ચિઠ્ઠીના શીર્ષક વ્યવહારથી જ્ઞાત થાય છે.
દેટલા
“તમને સહજાનંદની પ્રાપ્તિ હો’ –કેવું શિષ્ટાચારપૂર્ણ આધ્યાત્મિક આનંદદાયક વાકય છે! પાઠકગણ પોતે જ આ વાકયપર થોડો પણ વિચાર કરે તો માલમ પડશે કે ૨ મહત્વપૂર્ણ છે! એ પ્રમાણે ચિઠ્ઠીના સંપૂર્ણ વાકયોમાં અનુભવની ઝલક દેખાઈ આવે છે. જોકે વર્તમાન શૈલીની હિન્દી ભાષામાં તેને પ્રકાશિત કરવાથી તેના વિષયો જનસાધારણને વિશેષ સુંદરતાથી સમજી શકાત પરંતુ જૈનસમાજના એક પ્રસિદ્ધ વિદ્વાનની કીર્તિરક્ષા તથા જે ભાવ વા આનંદ તેમની ભાષામાં વાંચવાથી આવે તે નવીન ભાષામાં ઉતારવાથી આવે કે કેમ તે સંદેહ છે, એમ વિચારી શ્રી છોટાલાલ જૈને તેમની જ ભાષામાં તે પ્રગટ કરેલ છે.
આ જૂની હિન્દી ભાષાને નહિ સમજનાર ગુજરાત-સૌરાષ્ટ્રના જૈન સમાજને તે આધ્યાત્મિક ચિઠ્ઠીના મધુરરસનું આસ્વાદન કરાવવાને યથામતિ, તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે. પરંતુ મૂળ વિષયની ભાષા અને આશયને વળગી રહેવા માટે રાજકોટનિવાસી ધર્મસ્નેહી ભાઈશ્રી રામજીભાઈ માણેકચંદ વકીલે મારા ભાષાંતરમાં યોગ્ય ફેરફાર કર્યો છે તે જાણી આનંદ થાય છે. આ ભાષાંતરમાં કાંઈ સ્કૂલના રહી હોય તે મૂળ સંપાદકની અને વાચકોની ક્ષમા યાચી તથા ભૂલો સૂચવવા વિનંતી કરી વિરમું છું. -અનુવાદક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com