________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
હવે સવિકલ્પદ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ:
તે સમ્યગ્દષ્ટિ કદાચિત્ સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે ત્યાં પ્રથમ સ્વ-પરનું ભેદવિજ્ઞાન (વિવેક ) કરે; નોકર્મ, ભાવકર્મરહિત કેવળ ચૈતન્યચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પ૨નો વિચાર પણ છૂટી જાય, અને કેવલ સ્વાત્મવિચાર જ રહે છે; ત્યાં નિજસ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું,' ઇત્યાદિ વિચાર થતાં સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ (ઉલ્લસિત ) થાય છે, ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, કેવલ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે; ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે છે. દર્શન-જ્ઞાનાદિકના વા નય-પ્રમાણાદિકના વિચાર (વિકલ્પ ) પણ વિલય થઈ જાય.
સવિકલ્પ વડે જે ચૈતન્યસ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા-ધ્યેયપણું દૂર થઈ જાય. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છેઃ
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण ।
णो आराहणसमये पच्चक्खो अणुहवो जह्मा । । २६६ ।।
અર્થ:- તત્ત્વના અવલોકન (અન્વેષણ ) સમયે અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નયપ્રમાણવડે પહેલાં જાણે, પછી આરાધન સમય જે અનુભવકાળ છે તેમાં નય-પ્રમાણ છે નહિ, કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે.
જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે.
વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું; કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે, જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્ય ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી.-એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું.
એવું વર્ણન સમયસારની ટીકા-આત્મખ્યાતિમાં છે તથા આત્મઅવલોકનાદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇંદ્રિયોનો ધર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com