________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અહીં કર્મના ઉપશમાદિકથી ઉપશમાદિસમ્યકત્વ કહ્યાં પણ કર્મનાં ઉપશમાદિક કાંઈ આનાં કર્યા થતાં નથી, માટે આ જીવ તો તત્ત્વશ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે અને તેના નિમિત્તથી કર્મનાં ઉપશમાદિક તો સ્વયમેવ થાય છે ત્યારે તેને તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, એમ સમજવું. એ પ્રકારથી સમ્યકત્વના ભેદ જાણવા. એ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહ્યું.
હવે સમ્યગ્દર્શનના આઠ અંગ કહીએ છીએ.
સમ્યગ્દર્શનનાં આઠ અંગ
નિઃશંકિતત્વ, નિઃકાંક્ષિતત્વ, નિઃવિચિકિત્સત્વ, અમૂઢદષ્ટિત, ઉપવૃંહણ, સ્થિતિકરણ, પ્રભાવના અને વાત્સલ્ય-એ સમ્યકત્વનાં આઠ અંગ છે. ૧-ભયનો અભાવ અથવા તત્ત્વોમાં સંશયનો અભાવ તે નિઃશંક્તિત્વ છે. ર-પદ્રવ્ય આદિમાં રાગરૂપ વાંછાનો અભાવ તે નિઃકાંક્ષિતત્વ છે. ૩-પરદ્રવ્ય આદિમાં દ્વષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. ૪તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢદષ્ઠિત્વ છે. પ-આત્મધર્મ વા જિનધર્મને વધારવો તેનું નામ ઉપબૃહણ છે, તથા એ જ અંગનું નામ ઉપગૂહન પણ કહીએ છીએ, ત્યાં ધર્માત્મા જીવોના દોષને ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ સમજવો. ૬-પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરનું સ્થાપન કરવો તે સ્થિતિકરણ અંગ છે. ૭-પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાભ્ય પ્રગટ કરવું, તે પ્રભાવના છે. ૮-પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મા જીવોમાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે. એ પ્રમાણે આઠ અંગ જાણવાં.
જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગ છે તેમ આ પણ સમ્યકત્વનાં અંગ છે.
પ્રશ્ન:- કેટલાક સમ્યગ્દષ્ટિ જીવોને પણ ભય, ઇચ્છા અને ગ્લાનિ આદિ હોય છે તથા કોઈ મિથ્યાદષ્ટિને તે નથી હોતાં, તેથી એ નિઃશંકિતાદિને સમ્યકત્વનાં અંગ કેમ કહો છો?
ઉત્તર:- જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેમને હાથ-પગ આદિ કોઈ અંગ હોતાં નથી છતાં તેને મનુષ્ય-શરીર તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી; તેમ સમ્યકત્વના નિઃશંકિતાદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ સમ્યગ્દષ્ટિ એવા પણ હોય છે કે જેમને નિઃશંકિતત્વાદિમાંનાં કોઈ અંગ ન હોય છતાં તેમને સમ્યકત્વ તો કહેવામાં આવે છે. પરંતુ એ અંગો વિના તે સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. વળી જેમ વાંદરાને પણ હાથ-પગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com