________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકા૨
[ ૩૪૯
જોકે ૫૨માર્થથી કષાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તોપણ વ્યવહારથી જ્યાં કષાયોનું એવું ઘટવું થાય કે જેથી શ્રાવકધર્મ વા મુનિધર્મનો અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે છે. હવે અસંયતગુણસ્થાનમાં એવા કષાય ઘટતાં નથી તેથી ત્યાં અસંયમ કહ્યો છે. વળી કષાયોની અધિકતા-હીનતા હોવા છતાં પણ જેમ પ્રમત્તાદિ ગુણસ્થાનોમાં સર્વત્ર સકળસંયમ જ નામ પામે છે તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે પણ સર્વ ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી.
પ્રશ્ન:- જો અનંતાનુબંધીપ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ઉદય થતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે?
ઉત્ત૨:- જેમ કોઈ મનુષ્યને મનુષ્યપર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્રરોગ પ્રગટ થયો હોય તેને મનુષ્યપર્યાય છોડવાવાળો કહીએ છીએ પણ મનુષ્યપણું દૂર થતાં દેવાદિ-પર્યાય થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી, અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે; તેમ સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય તેને સમ્યક્ત્વનો વિરાધક સાસાદની કહ્યો, પણ સમ્યક્ત્વનો અભાવ થતાં મિથ્યાત્વ થાય છે તે અભાવ તો આ સાસાદનમાં થયો નથી, અહીં તો ઉપશમસમ્યક્ત્વનો જ કાળ છે –એમ જાણવું.
એ પ્રમાણે સમ્યક્ત્વના સદ્દભાવમાં અનંતાનુબંધી ચોકડીની અવસ્થા થાય છે માટે સાત પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કહીએ છીએ.
પ્રશ્ન:- તો સમ્યક્ત્વમાર્ગણાના છ ભેદ કર્યા તે કેવી રીતે?
ઉત્તર:- સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, પરંતુ સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ, એ બંનેનો મિશ્રભાવ તે મિશ્ર, તથા સમ્યક્ત્વનો ઘાતકભાવ તે સાસાદન. એ પ્રમાણે સમ્યક્ત્વમાર્ગણાથી જીવનો વિચાર કરતાં છ ભેદ કહ્યા છે.
અહીં કોઈ કહે કે–‘સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વસમ્યક્ત્વ કહેવાય ’ એમ કહેવું એ તો અસત્ય છે, કારણ કે-અભવ્યને પણ તેનો સદ્ભાવ હોય છે. વળી મિથ્યાત્વસમ્યકત્વ કહેવું એ જ અશુદ્ધ છે. જેમ સંયમમાર્ગણામાં અસંયમ કહ્યા છે તથા ભવ્યમાર્ગણામાં અભવ્ય કહ્યા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્ત્વ-માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે, પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ ન સમજવો. સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરતાં કેટલાક જીવોને સમ્યક્ત્વના અભાવથી મિથ્યાત્વ હોય છે એવો અર્થ પ્રગટ કરવા અર્થે સમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. એ જ પ્રમાણે સાસાદન અને મિશ્ર પણ સમ્યક્ત્વના ભેદ નથી, સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com