________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અનંતાનુબંધીનો બંધ કરે ત્યાં ફરીથી તેની સત્તાનો સદ્ભાવ થાય છે, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વમાં આવતો જ નથી તેથી તેને અનંતાનુબંધીની સત્તા કદી પણ હોતી નથી.
પ્રશ્ન:- અનંતાનુબંધી તો ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે, તે ચારિત્રનો ઘાત કરે; પણ એ વડે સમ્યકત્વનો ઘાત કેવી રીતે સંભવે?
ઉત્તર:- અનંતાનુબંધીના ઉદયથી ક્રોધાદિરૂપ પરિણામ થાય છે પણ કાંઈ અતત્ત્વશ્રદ્ધાન થતું નથી, માટે અનંતાનુબંધી ચારિત્રનો જ ઘાત કરે છે પણ સમ્યકત્વને ઘાતતી નથી; પરમાર્થથી તો એમ જ છે, પરંતુ અનંતાનુબંધીના ઉદયથી જેવા ક્રોધાદિક થાય છે તેવા ક્રોધાદિક સમ્યકત્વના સદ્દભાવમાં થતા નથી એવું તેમાં નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. જેમ-ત્રપણાની ઘાતક તો સ્થાવરપ્રકૃતિ જ છે પરંતુ ત્રસપણાના અભાવમાં એકેન્દ્રિયજાતિ પ્રકૃતિનો પણ ઉદય થતો નથી તેથી ઉપચારથી એકેન્દ્રિયપ્રકૃતિને પણ ત્રપણાની ઘાતક કહીએ તો ત્યાં દોષ નથી; તેમ સમ્યકત્વનો ઘાતક તો દર્શનમોહ છે, પરંતુ સમ્યકત્વના સદ્દભાવમાં અનંતાનુબંધી કષાયોનો પણ ઉદય થતો નથી તેથી ઉપચારથી અનંતાનુબંધીને પણ સમ્યકત્વનું ઘાતકપણું કહીએ તો દોષ નથી.
પ્રશ્ન:- જો અનંતાનુબંધી પણ ચારિત્રને જ ઘાતે છે તો તેનો અભાવ થતાં કંઈક ચારિત્ર થયું કહો, પણ અસંયતગુણસ્થાનમાં અસંયમ શા માટે કહો છો?
ઉત્તર- અનંતાનુબંધી આદિ ભેદ છે તે કષાયોની તીવ્ર-મંદતાની અપેક્ષાએ નથી, કારણ કે-મિથ્યાષ્ટિને તીવ્રકષાય થતાં વા મંદકષાય થતાં પણ અનંતાનુબંધી આદિ ચારે કષાયોનો ઉદય યુગપતું હોય છે, અને ત્યાં ચારેયના ઉત્કૃષ્ટ સ્પર્ધક સમાન કહ્યા છે.
એટલું વિશેષ છે કે-અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણાદિ જેવો તીવ્ર ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણની સાથે પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો જેવો ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા પ્રત્યાખ્યાનની સાથે જેવો સંજ્વલનનો ઉદય હોય છે તેવો એકલા સંજ્વલનનો ઉદય હોતો નથી, માટે અનંતાનુબંધી ગયા પછી કંઈક કષાયોની મંદતા તો થાય છે પરંતુ એવી મંદતા થતી નથી કે જેથી કોઇ ચારિત્ર નામ પામે, કારણ કે કષાયોનાં અસંખ્યાત લોકપ્રમાણ સ્થાન છે, તેમાં સર્વત્ર પૂર્વસ્થાનથી ઉત્તરસ્થાનમાં મંદતા હોય છે પરંતુ વ્યવહારથી તે સ્થાનોમાં ત્રણ મર્યાદા કરી; પ્રથમનાં ઘણાં સ્થાન તો અસંયમરૂપ કહ્યાં, પછી કેટલાંક દેશસંયમરૂપ કહ્યાં અને પછી કેટલાંક સકળસંયમરૂપ કહ્યાં; તેમાં પ્રથમ ગુણસ્થાનથી માંડી ચોથા ગુણસ્થાન સુધી કષાયનાં જે સ્થાન હોય છે તે બધાં અસંયમના જ હોય છે તેથી ત્યાં કષાયોની મંદતા હોવા છતાં પણ ચારિત્ર નામ પામતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com