________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઘાત થતો નથી, કિંચિત્ મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરી શકે, તેનું જ નામ દેશઘાતિ છે.
હવે જ્યાં મિથ્યાત્વ વા સમ્યકમિથ્યાત્વના વર્તમાનકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય એ તો ક્ષય જાણવો તથા તેના જ ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોની સત્તા હોય તે જ ઉપશમ છે અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય વર્તે છે, એવી દશા જ્યાં હોય તે ક્ષયોપશમ છે; તેથી સમળતત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે ક્ષયોપશમસમ્યક્ત્વ છે.
અહીં જે મળ લાગે છે તેનું તારતમ્ય સ્વરૂપ તો કેવળજ્ઞાની જાણે છે. ઉદાહરણ દર્શાવવા અર્થ ચલ, મલિન અને અગાઢપણું કહ્યું છે. ત્યાં વ્યવહારમાત્ર દેવાદિકની પ્રતીતિ તો હોય પરંતુ અ૨હંતદેવાદિમાં ‘ આ મારા છે, આ અન્યના છે' –ઇત્યાદિ ભાવ તે ચલપણું છે, શંકાદિ મળ લાગે તે મલિનપણું છે તથા આ ‘શાંતિનાથ શાંતિના કર્તા છે' ઇત્યાદિ ભાવ તે અગાઢપણું છે. એવા ઉદાહરણ વ્યવહારમાત્ર દર્શાવ્યાં છે, પરંતુ નિયમરૂપ નથી. ક્ષયોપશમસમ્યક્ત્વમાં જે નિયમરૂપ કોઈ મળ લાગે છે તે તો કેવળજ્ઞાની જાણે છે, આટલું સમજવું કે–તેને તત્ત્વાર્થશ્રદ્ધાનમાં કોઈ પ્રકારથી સમળપણું હોય છે તેથી એ સમ્યક્ત્વ નિર્મળ નથી. આ ક્ષયોપશમસમ્યક્ત્વનો એક જ પ્રકાર છે, એમાં કોઈ ભેદ નથી.
વિશેષ એટલું છે કે-ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતાં અંતર્મુહૂર્તકાળમાત્ર જ્યાં મિથ્યાત્વપ્રકૃતિનો ક્ષય કરે છે ત્યાં બે જ પ્રકૃતિઓની સત્તા રહે છે, પછી મિશ્રમોહનીયનો પણ ક્ષય કરે છે ત્યાં એક સમ્યક્ત્વમોહનીયની જ સત્તા રહે છે, ત્યારપછી સમ્યક્ત્વ-મોહનીયની કાંડકઘાતાદિક્રિયા કરતો નથી ત્યાં તે કૃતકૃત્ય વેદકસમ્યગ્દષ્ટિ નામ પામે છે, –એમ જાણવું.
એ ક્ષયોપશમસમ્યક્ત્વનું જ નામ વેદકસમ્યકત્વ છે. જ્યાં મિથ્યાત્વમિશ્રમોહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં ક્ષયોપશમ નામ પામે છે તથા જ્યાં સમ્યક્ત્વમોહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં વેદક નામ પામે છે પણ એ કહેવામાત્ર બે નામ છે, સ્વરૂપમાં ભેદ નથી. તથા આ ક્ષયોપશમસમ્યક્ત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે.
પ્રમાણે ક્ષયોપશમસમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
વળી એ ત્રણે પ્રકૃતિઓના સર્વ નિષેકોનો સર્વથા નાશ થતાં જે અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિકસમ્યક્ત્વ છે. તે ચતુર્થાદિ ચાર ગુણસ્થાનોમાં કોઈ ઠેકાણે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને તેની પ્રાપ્તિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com