________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરતા એવા આચારસૂત્રોને સાંભળી જે શ્રદ્ધાન કરવું થાય તેને ભલા પ્રકારથી સૂત્રદષ્ટિ કહી છે, અને તે સૂત્રસમ્યક્ત્વ છે. (૫) બીજ જે ગણિતજ્ઞાનનું કારણ તેના વડે દર્શન-મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે જાણવાની ગતિ જેની એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ અર્થાત્ શ્રદ્ધારૂપ પરિણતિ જેને-એવા જે કરણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજષ્ટિ થાય છે બીજસમ્યક્ત્વ જાણવું (૬) પદાર્થોના સંક્ષેપપણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભલી સંક્ષેપષ્ટિ છે અને તેને સંક્ષેપસમ્યક્ત્વ જાણવું. (૭) દ્વાદશાંગવાણીને સાંભળી કરેલી જે રુચિ અર્થાત્ શ્રદ્ધાન તેને હું ભવ્ય! તું વિસ્તારદષ્ટિ જાણ, અને તે વિસ્તારસમ્યક્ત્વ છે. (૮) જૈનશાસ્ત્રોના વચન વિના કોઈ અર્થના નિમિત્તથી થયેલી જે અર્થદષ્ટિ, તેને અર્થ સમ્યક્ત્વ જાણવું. એ આઠ ભેદ તો કારણોની અપેક્ષાએ કર્યા છે તથા (૯) શ્રુતકેવળી જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ. (૧૦) કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને ૫૨માવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ. એ છેલ્લા બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કર્યા છે.
એ પ્રમાણે સમ્યકત્વના દશા ભેદ કહ્યા.
ત્યાં સર્વ ઠેકાણે સમ્યક્ત્વનું સ્વરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન જ જાણવું.
વળી સમ્યક્ત્વના ત્રણ ભેદ પણ કર્યા છે–૧ ઔપમિક, ૨ ક્ષાયોપમિક અને ૩ ક્ષાયિક. એ ત્રણ ભેદ દર્શનમોહની અપેક્ષાએ કર્યા છે.
તેમાં ઔપમિક સમ્યક્ત્વના બે ભેદ છે, એક પ્રથમોપશમસમ્યક્ત્વ તથા બીજું દ્વિતીયોપશમસમ્યક્ત્વ, ત્યાં મિથ્યાત્વગુણસ્થાનમાં કરણવડે દર્શનમોહને ઉપશમાવી જે સમ્યક્ત્વ ઉપજે તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહીએ છીએ.
ત્યાં એટલું વિશેષ છે કે-અનાદિમિથ્યાદષ્ટિને તો એક મિથ્યાત્વપ્રકૃતિનો જ ઉપશમ હોય છે, કારણ કે–તેને મિશ્રમોહનીય તથા સમ્યક્ત્વમોહનીયની સત્તા નથી, પણ જ્યારે જીવ ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમોહનીયરૂપે વા સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમાવે છે, ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય છે, માટે અનાદિ મિથ્યાદષ્ટિને એક મિથ્યાત્વપ્રકૃતિની સત્તા છે, અને તેનો જ ઉપશમ થાય છે. વળી સાદિમિથ્યાદષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા તથા કોઈને એકની જ સત્તા છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તો ત્રણની સત્તા છે, તથા જેને મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની ઉઢેલના થઈ ગઈ હોય અર્થાત્ તેના ૫રમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયાં હોય તેને એક મિથ્યાત્વની જ સત્તા છે; માટે સાદિમિથ્યાદષ્ટિને ત્રણ પ્રકૃતિઓનો વા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com