________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૪૩
તેને વ્યવહારસમ્યકત્વ કહ્યાં છે.
વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશરહિતપણાની મુખ્યતા છે. અર્થાત્ જે સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે વા પોતાના આત્માને અનુભવે તેને મુખ્યપણે વિપરીતાભિનિવેશ હોય નહિ, તેથી ભેદવિજ્ઞાનીને વા આત્મજ્ઞાનીને સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. એ પ્રમાણે સ્વ-પરનું શ્રદ્ધાના વા આત્મશ્રદ્ધાન સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તેને નિશ્ચયસમ્યત્વ કહ્યું.
આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે પણ તારતમ્યપણે એ ચારે લક્ષણ મિથ્યાષ્ટિને આભાસમાત્ર હોય છે તથા સમ્યગ્દષ્ટિને સાચાં હોય છે. ત્યાં આભાસમાત્ર છે તે તો નિયમરહિત સમ્યકત્વનાં પરંપરા કારણ છે તથા સાચાં છે તે નિયમરૂપ સાક્ષાત્ કારણ છે તેથી તેને વ્યવહારરૂપ કહીએ છીએ. એના નિમિત્તથી જે વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે નિશ્ચયસમ્યકત્વ છે, એમ જાણવું.
પ્રશ્ન:- કેટલાંક શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે તે જ નિશ્ચયસમ્યકત્વ છે, અન્ય બધો વ્યવહાર છે –તે કેવી રીતે?
ઉત્તર:- વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે. ત્યાં અભેદબુદ્ધિથી આત્મા અને સમ્યકત્વમાં ભિન્નતા નથી તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યકત્વ કહ્યું, અન્ય સર્વ સમ્યકત્વ તો નિમિત્તમાત્ર છે. અથવા ભેદકલ્પના કરતાં આત્મા અને સમ્યકત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કહ્યો છે, એમ જાણવું.
આ પ્રકારે નિશ્ચયસમ્યકત્વ તથા વ્યવહારસમ્યકત્વ દ્વારા સમ્યત્વના બે ભેદ થાય છે.
વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ આજ્ઞાસમ્યકત્વાદિ દશ ભેદ પણ કહ્યા છે, તે આત્માનુશાસનમાં કહ્યા છે. યથા
आज्ञामार्गसमुद्भवमुपदेशात्सूत्रबीजसंक्षेपात्। विस्तारार्थाभ्यां भवमवगाढपरमावगाढे च।। ११।।
અર્થ - જિનઆજ્ઞાથી તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે અજ્ઞાનસમ્યકત્વ છે.
અહીં એટલું જાણવું કે મારે જિનઆજ્ઞા પ્રમાણ છે' એટલું જ શ્રદ્ધાન કાંઈ સમ્યકત્વ નથી, આજ્ઞા માનવી એ તો કારણભૂત છે તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે, માટે પ્રથમ જિનઆજ્ઞા માનવા પછી જે તત્ત્વશ્રદ્ધાન થયું તે આજ્ઞાસમ્યકત્વ છે. (૨) એ જ પ્રમાણે નિગ્રંથમાના અવલોકનથી જે તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે માર્ગસમ્યકત્વ છે. (૩) તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા સમ્યજ્ઞાન વડે અર્થાત્ આગમસમુદ્રમાં પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશદષ્ટિ તે ઉપદેશસમ્યકત્વ છે. (૪) મુનિજનોના આચરણવિધાનને પ્રતિપાદન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com