________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૪૧
કુદેવાદિ પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે.
વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે સ્વ-પરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આગ્નવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે.
તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક આત્માનો જ વિચાર કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે, પણ ત્યાં જીવ-અજીવાદિના વિશેષો વા આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો ભ્રમ ઊપજે છે.
એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યા નહિ.
અને તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં જીવ-અજીવાદિ વા આગ્નવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, તથા એ શ્રદ્ધાન થતાં સમ્યકત્વી થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉધમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે.
અથવા તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણમાં તો દેવાદિનું શ્રદ્ધાના વા સ્વ-પરનું શ્રદ્ધાન વા આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તો તુચ્છબુદ્ધિવાનને પણ ભાસે છે પણ અન્ય લક્ષણોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છબુદ્ધિવાનને ભાસતું નથી, માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે.
અથવા મિથ્યાષ્ટિને એ આભાસમાત્ર હોય છે ત્યાં તત્ત્વાર્થોનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીધ્ર કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીઘ કારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશનાં પણ કારણ થઈ જાય છે.
તેથી અહીં સર્વપ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન તે જ સમ્યકત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એ પ્રમાણે લક્ષણનિર્દેશનું નિરૂપણ કર્યું.
એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દષ્ટિ જાણવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com