________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ જ અહીં કહીએ છીએ-પ્રથમ આજ્ઞાદિવડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અ૨હંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહીત-મિથ્યાત્વનો તો અભાવ થાય છે તથા મોક્ષમાર્ગમાં વિશ્ર્વ કરવાવાળા કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષમાર્ગને સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી જિનમતમાં કહેલાં જીવાદિતત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણ કે-એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવાં, કારણ કે–એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે-એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે, અને કદાચિત્ સત્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, પરંતુ થાય જ એવો નિયમ તો નથી; કોઈ જીવને કોઈ પ્રબળ વિપરીત કારણ વચ્ચે આવી જાય તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન પણ થાય, પરંતુ મુખ્યપણે ઘણા જીવોને તો એ અનુક્રમથી કાર્યસિદ્ધિ થાય છે. માટે તેને એ જ પ્રમાણે અંગીકાર કરવાં. જેમ-પુત્રનો અર્થી વિવાહાદિ કારણોને તો મેળવે, તેમાં ઘણા પુરુષોને પુત્રની પ્રાપ્તિ થાય જ, છતાં કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો ઉપાય કરવો; તેમ સમ્યક્ત્વનો અર્થી એ કારણોને મેળવે, તેમાં ઘણા જીવોને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ, કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો પોતાનાથી બને તે ઉપાય કરવો.
એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણનિર્દેશ કર્યું.
પ્રશ્ન:- સમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં તમે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ ?
ઉત્તર:- તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. એ અહીં દર્શાવીએ છીએ
દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે અરતદેવાદિકને માનવા, અન્યને ન માનવા-એટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવ-અજીવનું વા બંધ-મોક્ષના કારણકાર્યનું સ્વરૂપ ભાસે નહિ તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; વા જીવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માને, વા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com