________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અરહંતાદિનું માહાભ્ય પણ યથાર્થ જાણતો નથી, (માત્ર) લૌકિક અતિશયાદિને અરહંતનું, તપશ્ચરણાદિવડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિવડે ધર્મનું માહાભ્ય જાણે છે, પણ એ તો પરાશિતભાવ છે અને અરહંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવોવડ તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો.
એ પ્રમાણે સમ્યકત્વનું લક્ષણનિર્દેશ કર્યું.
પ્રશ્ન:- સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન, વા સ્વ-પરનું શ્રદ્ધાન, વા આત્મશ્રદ્ધાન, વા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે જાણી, પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કહેવાનું શું પ્રયોજન?
ઉત્તરઃ- એ ચાર લક્ષણો કહ્યો તેમાં સાચી દષ્ટિવડ (કોઈ) એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે, તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે.
જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા પોતાના હિત-અહિતનું શ્રદ્ધાન કરે ત્યારે મોક્ષમાર્ગમાં પ્રવર્તે.
જ્યાં સ્વ-પરની ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવાં એ છે, અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે; એટલે સ્વ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણને કહ્યું છે.
તથા જ્યાં આત્મશ્રદ્ધાના લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી. એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે.
તથા જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્યસાધનની પ્રધાનતા કરી છે, કારણ કે-અરહંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત તત્ત્વશ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ-ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com