________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩) ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તત્ત્વાર્થસૂત્રમાં પણ એ જ કહ્યું છે યથાઃ
“તત્ત્વાર્થ શ્રદ્ધાનું સચQર્શનમ્' (અ. ૧, સૂત્ર ૨) અર્થાત્ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે.
સર્વાર્થસિદ્ધિ નામની તત્વાર્થસૂત્રની ટીકામાં તત્ત્વાદિક પદોનો અર્થ પ્રગટ લખ્યો છે વા સાત જ તત્ત્વ કેમ કહ્યાં?” તેનું પ્રયોજન લખ્યું છે તે અનુસાર અહીં કંઈક કથન કર્યું છે, એમ જાણવું.
વળી પુરુષાર્થસિદ્ધયુપાયમાં પણ એમ જ કહ્યું છે, યથા
जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यम्।
श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत्।। २२।। અર્થ:- વિપરીતાભિનિવેશથી રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, દર્શનમોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે માટે આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધઅવસ્થામાં પણ સદાકાળ તેનો સભાવ રહે છે-એમ જાણવું.
તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાં અવ્યાતિ-અતિવ્યામિ-અસંભવ દોષનો પરિહાર
પ્રશ્ન:- તિર્યંચાદિ (પશુ આદિ) તુચ્છજ્ઞાની કેટલાક જીવો સાત તત્ત્વનાં નામ પણ જાણી શક્તા નથી છતાં તેમને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાનપણું સમ્યકત્વનું લક્ષણ તમે કહ્યું તેમાં અવ્યાપ્તિદૂષણ લાગે છે?
ઉત્તર:- જીવ-અજીવાદિકનાં નામાદિક જાણો, ન જાણો વા અન્યથા જાણો પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતાં સમ્યકત્વ થાય છે.
ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, માટે જે તિર્યંચાદિ તુચ્છજ્ઞાની સમ્યગ્દષ્ટિ છે તે જીવાદિકનાં નામ પણ જાણતા નથી તોપણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તેથી તેમને સમ્યકત્વની પ્રાપ્તિ હોય છે.
જેમ કોઈ તિર્યંચ પોતાનું વા બીજાઓનું નામાદિક તો ન જાણે પરંતુ પોતાનામાં જ પોતાપણું માને છે તથા અન્યને પર માને છે; તેમ તુચ્છજ્ઞાની જીવ-અજીવનાં નામ ન જાણે પણ જે જ્ઞાનાદિસ્વરૂપ આત્મા છે તેમાં તો તે સ્વપણું માને છે તથા જે શરીરાદિક છે તેને પર માને છે, એવું શ્રદ્ધાન તેને હોય છે એ જ જીવ-અજીવનું શ્રદ્ધાન છે, વળી જેમ તે જ તિર્યંચ સુખાદિનાં નામાદિક તો ન જાણે તોપણ સુખઅવસ્થાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com