________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
મને આ કારણથી રોગ થયો છે, અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નીરોગી થવું જોઈએ;” હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે, ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ છે કે હું આત્મા છું-પુદગલાદિ નથી, મને આગ્નવથી બંધ થયો છે પણ હવે સંવર વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું.' હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે.
પ્રશ્ન:- જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાનાં કારણોમાં કેમ પ્રવર્તે છે?
ઉત્તર:- જેમ તે જ મનુષ્ય કોઈ કારણવશ રોગ વધવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વ્યાપારાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તોપણ તે શ્રદ્ધાનનો તેને નાશ થતો નથી, તેમ તે જ આત્મા કર્મોદયનિમિત્તવશ બંધ થવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વિષય-સેવનાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તો પણ તેને એ શ્રદ્ધાનનો નાશ થતો નથી. આનો વિશેષ નિર્ણય આગળ કરીશું.
એ પ્રમાણે સાત તત્ત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનનો સદ્દભાવ છે તેથી ત્યાં આવ્યાતિપણું નથી.
પ્રશ્ન:- ઉચ્ચદશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનુભવ હોય છે ત્યાં તો સાત તત્ત્વાદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. હવે સમ્યકત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે? અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાતિપણું આવ્યું?
ઉત્તર:- નીચેની દશામાં સાત તત્ત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો તેથી પ્રતીતિને દઢ કરી તથા વિષયાદિથી ઉપયોગને છોડાવી રાગાદિક ઘટાડ્યા, હવે એ કાર્ય સિદ્ધ થતાં એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દઢ થઈ તથા રાગાદિ દૂર થયા
ત્યાં ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. વળી સમ્યકત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે, એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય, પણ એમ તો નથી. સાતેય તત્ત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે, માટે અહીં આવ્યાપ્તિપણું નથી.
પ્રશ્ન:- છબસ્થને તો પ્રતીતિ-અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિને સમ્યકત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી-સિદ્ધભગવાનને તો સર્વનું જાણપણું સમાનરૂપ છે તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી અને તેમને સમ્યકત્વગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com