________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું; અને અહીં જે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે, એવા ગુણસહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ જાણવો; કારણ કે જેને જીવ-અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિદૂષણ લાગતું નથી.
વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે સમ્યકત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે, તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે.
એ પ્રમાણે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ સમ્યગ્દષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાષ્ટિઓને હોતું નથી, તેથી સમ્યગ્દર્શનનું સાચું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે.
સમ્યકત્વના વિભિન્ન લક્ષણોનો મેળ
પ્રશ્ન:- અહીં સાતેય તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહો છો પણ તે બનતો નથી, કારણ કેકોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને જ સમ્યકત્વ કહે છે. શ્રી સમયસાર કળશમાં “ત્વે નિયતસ્ય ઇત્યાદિ કળશ છે, તેમાં એમ કહ્યું છે કે આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. તેથી નવ તત્ત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ.
વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યકત્વ કહે છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં “ર્શનમાત્મવિનિશ્ચિતિ:* એવું પદ છે તેનો પણ એવો જ અર્થ છે, માટે જીવઅજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યકત્વ હોય છે. જે સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ હોય તો આમ શા માટે લખત?
ઉત્તરઃ- પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિ શ્રદ્ધાનથી રહિત
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्ण ज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यकदर्शनमेतदेव नियमादात्मा च तावानयम् તનુpIનવતત્વરસન્તતિામામ ત્માયમેડરતુ ન. (સમયસાર કળશ-૬ )
दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधસ્થિતિરાત્મનિ વારિત્ર વુકત સ્તંભ્યો ભવતિ વન્ય: (પુરુષાર્થસિદ્ધિ-૨૧૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com