________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ બંને જાતિ જાણતાં આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પ૨ને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ રાગાદિક છોડી મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય; પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ-૫૨નું શ્રદ્ધાન ન થવાથી પર્યાયબુદ્ધિથી તે સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે, અને પરદ્રવ્યોમાં રાગ-દ્વેષરૂપ થઈ પ્રવર્તતાં તે મોક્ષમાર્ગમાં કેવી રીતે પ્રવર્તે? માટે એ બંને જાતિનું શ્રદ્ધાન ન થતાં મોક્ષ પણ ન થાય. એ પ્રમાણે એ બે સામાન્ય તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કહ્યાં.
બીજું, આસ્રવાદિ પાંચ તત્ત્વો કહ્યાં તે જીવ-પુદ્ગલના જ પર્યાય છે તેથી એ વિશેષરૂપ તત્ત્વો છે. એ પાંચ પર્યાયોને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય.
તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું.
મોક્ષનો ઉપાય સંવ-નિર્જરા છે તેને ઓળખે તો જેમ સંવ-નિર્જરા થાય તેમ પ્રવર્તે માટે સંવ૨-નિર્જરાનું શ્રદ્ધાન કરવું.
વળી સંવ-નિર્જરા તો અભાવલક્ષણસહિત છે તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને ઓળખવો જોઈએ. જેમકે-ક્રોધનો અભાવ થતાં ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો અભાવ કરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આ ભવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસવ-બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવરનિર્જરારૂપ પ્રવર્તે, માટે આસ્રવ-બંધનું પણ શ્રદ્ધાન કરવું.
એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય. એને ઓળખે તો તે મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે એ કરે ? સંવર–નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આસવ-બંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષમાર્ગ ન થાય.
એવી રીતે જોકે તત્ત્વાર્થ અનંત છે, તેનું સામાન્ય-વિશેષ વડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય છે પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્ત્વ તથા પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં.
કારણ કે-એના યથાર્થશ્રદ્ધાનને આધીન મોક્ષમાર્ગ છે, એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષમાર્ગ નથી-એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com