________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૨૭
ઉત્તર:- “તત” શબ્દ છે તે “યત” શબ્દની અપેક્ષા સહિત છે તેથી જેનું પ્રકરણ હોય તેને “તત” કહીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું; કારણ કે તચમાવસ્તત્ત્વ' એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે, તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણ-પર્યાય છે તેનું નામ અર્થ છે. વળી “તત્ત્વન અર્થસ્તત્ત્વાર્થ.” તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ, એ વડ સહિત પદાર્થ તેનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. અહીં જો “તત્ત્વશ્રદ્ધાન” જ કહીએ તો જેનો આ ભાવ (તત્ત્વ) છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો “અર્થશ્રદ્ધાન” જ કહીએ તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થશ્રદ્ધાન પણ કાર્યકારી નથી.
જેમ કોઈને જ્ઞાન-દર્શનાદિક વા વર્ણાદિકનું તો શ્રદ્ધાન હોય કે “આ જાણપણું છે, આ શ્વેતવર્ણ છે' ઇત્યાદિ પ્રતીતિ તો હોય પરંતુ જ્ઞાન-દર્શન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું, તથા વર્ણાદિક પુદ્ગલનો સ્વભાવ છે અને પુદ્ગલ મારાથી ભિન્ન-જુદો પદાર્થ છે-એ પ્રમાણે પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો ભાવનું શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી “હું આત્મા છું' એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન કર્યું તો ભાવના શ્રદ્ધાન વિના પદાર્થનું શ્રદ્ધાન પણ કાર્યકારી નથી. માટે તત્ત્વહિત અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. અથવા જીવાદિકને તત્ત્વસંજ્ઞા પણ છે તથા અર્થસંજ્ઞા પણ છે તેથી “તત્વમેવાર્થસ્તવીર્થ:' જે તત્ત્વ છે તે જ અર્થ છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
એ અર્થ વડે કોઈ ઠેકાણે તત્ત્વશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, વા કોઈ ઠેકાણે પદાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે. ત્યાં વિરોધ ન જાણવો.
એ પ્રમાણે “તત્ત્વ” અને “અર્થ ” એ બે પદ કહેવાનું પ્રયોજન છે.
તત્વ સાત જ કેમ?
પ્રશ્ન:- તત્ત્વાર્થ તો અનંત છે અને તે બધાં સામાન્ય અપેક્ષાએ જીવ-અજીવમાં ગર્ભિત થાય છે માટે બે જ કહેવાં હતાં અથવા અનંત કહેવાં હતાં; આસ્રવાદિ તો જીવ-અજીવનાં જ વિશેષો છે, તો તેમને જુદાં જુદાં કહેવાનું શું પ્રયોજન?
ઉત્તર:- જો અહીં પદાર્થશ્રદ્ધાન કરવાનું જ પ્રયોજન હોત તો સામાન્યપણે વા વિશેષપણે જેમ સર્વ પદાર્થોનું જાણવું થાય તેમ જ કથન કરત, પણ એ પ્રયોજન તો અહીં છે નહિ. અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતાં મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું.
જીવ-અજીવ એ બે તો ઘણાં દ્રવ્યોની એકજાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ કહ્યાં,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com