________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અલક્ષ્ય છે. હવે જે લક્ષ્ય વા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાતિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ” કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ લક્ષ્ય જે આત્મા છે તેમાં પણ હોય છે તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિદોષ સહિત લક્ષણ છે. કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિ પણ આત્મા થઈ જાય, એ દોષ આવે તથાઃ
જે કોઈ લક્ષ્યમાં તો હોય તથા કોઈમાં ન હોય, એ પ્રમાણે લક્ષ્યના એકદેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં આવ્યાપ્તિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ કેવળજ્ઞાનાદિક કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું માટે એ લક્ષણ અવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્મા ઓળખતા અલ્પજ્ઞાની આત્મા ન ઠરે, એ દોષ આવે. તથા
જે લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ છે કારણ કે એ અસંભવ લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતાં પુદગલાદિ આત્મા થઈ જાય અને આત્મા છે તે અનાત્મા થઈ જાય-એ દોષ આવે.
એ પ્રમાણે જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવિત લક્ષણ હોય તે લક્ષણાભાસ છે, પરંતુ જે લક્ષણ લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ પણ ઠેકાણે ન હોય તે જ સાચું લક્ષણ છે; જેમ કે-આત્માનું સ્વરૂપ (લક્ષણ) ચૈતન્ય. હવે એ લક્ષણ બધાય આત્મામાં તો હોય છે અને અનાત્મામાં કોઈ પણ ઠેકાણે હોતું નથી માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા માનવાથી આત્મા અને અનાત્માનું યથાર્થજ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. એ પ્રમાણે લક્ષણનું સ્વરૂપ ઉદાહરણમાત્ર કહ્યું.
હવે સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ કહીએ છીએ:
સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ
વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે, એનું જે શ્રદ્ધાન અર્થાત્ “આમ જ છે અન્યથા નથી” એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે.
અહીં વિપરીતાભિનિવેશના નિરાકરણ અર્થે ‘સભ્ય' પદ કહ્યું છે, કારણ “સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે, એમ જાણવું.
પ્રશ્ન:- અહીં “તત્ત્વ અને અર્થ” એ બે પદ કહ્યાં તેનું શું પ્રયોજન?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com