________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૨૯
વળી કોઈ ઠેકાણે પુણ્ય-પાપ સહિત નવ પદાર્થ કહ્યા છે, એ પુણ્ય-પાપ આસ્રવાદિકના જ ભેદો છે માટે એ સાત તત્ત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્ય-પાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને મોક્ષમાર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે તેથી મોક્ષમાર્ગમાં એનું શ્રદ્ધાન પણ ઉપકારી જાણી એ બે તત્ત્વો આસવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં એને નવ તત્ત્વ પણ કહ્યાં છે.
પ્રશ્ન:- એનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકનમાત્ર છે તથા શ્રદ્ધાન પ્રતીતિમાત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે ?
ઉત્તર:- પ્રકરણના વશથી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષમાર્ગનું પ્રકરણ છે તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકનમાત્ર ગ્રહણ કરવો નહિ; કારણ કે ચક્ષુ-અચક્ષુદર્શન વડે સામાન્ય અવલોકન તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિને સમાન હોય છે, તેથી એ વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ થતી નથી. તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યગ્દષ્ટિને જ હોય છે અને એ વડે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો.
પ્રશ્ન:- અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન કરવું કહ્યું તેનું શું પ્રયોજન ?
ઉત્તર:- અભિનિવેશ નામ અભિપ્રાયનું છે. જેવો તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો નહિ હોતાં અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીતાભિનિવેશ છે. તત્ત્વાર્થ-શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પણ ત્યાં અભિપ્રાય એવો છે કે જીવ–અજીવને ઓળખી પોતાને વા ૫૨ને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને હૈય માનવો, બંધને ઓળખી તેને અતિ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને પોતાનું ૫૨મતિ માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીતાભિનિવેશ છે. સત્ય તત્ત્વાર્થશ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશરહિત છે, એમ અહીં કહ્યું છે.
અથવા કોઈને આભાસમાત્ર તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીતપણું છૂટતું નથી. કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરંગમાં હોય તો તેને સમ્યગ્દર્શન થાય નહિ, જેમ કે-દ્રવ્યલિંગી મુનિ જિનવચનથી તત્ત્વોની પ્રતીતિ તો કરે છે પરંતુ શરીરાશ્રિત ક્રિયાઓમાં અહંકાર વા પુણ્યાસવમાં ઉપાદેયપણું આદિ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યાદષ્ટિ જ રહે છે. માટે જે તત્ત્વાર્થ-શ્રદ્ધાન વિપરીતાભિનિવેશરહિત છે તે જ સમ્યગ્દર્શન છે.
એ પ્રમાણે વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે તથા સમ્યગ્દર્શન લક્ષ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com