________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તેનો જેટલો અભ્યાસ કરીશું તેટલું અમારું ભલું થશે-ઇત્યાદિ પ્રયોજન વિચાર્યું છે, તેનાથી નરકાદિનો છેદ અને સ્વર્ગાદિની પ્રાપ્તિ એટલું તો થશે પરંતુ તેનાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો થાય નહિ.
પહેલાં સાચું તત્ત્વજ્ઞાન થાય તો પછી તે પુણ્ય-પાપના ફળને સંસાર જાણે, શુદ્ધોપયોગથી મોક્ષ માને, ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહારનિરૂપણ જાણે, -ઇત્યાદિ જેમ છે તેમ શ્રદ્ધાન કરી તેનો અભ્યાસ કરે તો સમ્યજ્ઞાન થાય.
હવે તત્ત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે; અને કેટલાક જીવ એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતો નથી. કદાપિ મુખથી તો યથાવત્ નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય; જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે પરંતુ પોતે અનુભવ કરતો નથી, જો પોતાને તેનું શ્રદ્ધાન થયું હોત તો અન્યતત્ત્વનો અંશ અન્યતત્ત્વમાં ન મેળવત પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્યજ્ઞાન થતું નથી.
એ પ્રમાણે તો તે અગીઆર અંગ સુધી ભણે તો પણ તેની સિદ્ધિ થતી નથી. શ્રી સમયસારાદિમાં મિથ્યાદષ્ટિને અગીઆર અંગનું જ્ઞાન થવું લખ્યું છે.'
પ્રશ્ન – જ્ઞાન તો એટલું હોય છે, પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન થયું તેમ હોય છે ?
ઉત્તરઃ- એ તો પાપી હતો જેને હિંસાદિની પ્રવૃત્તિનો ભય નથી, પરંતુ જે જીવ રૈવેયકાદિમાં જાય છે તેને એવું જ્ઞાન હોય છે તે તો શ્રદ્ધાનરહિત નથી. તેને તો એવું તો શ્રદ્ધાના છે જ કે-“આ ગ્રંથ સાચા છે પરંતુ તત્ત્વશ્રદ્ધાન સાચું ન થયું. શ્રી સમયસારમાં એક જ જીવને ધર્મનું શ્રદ્ધાન, અગિયાર અંગનું જ્ઞાન તથા મહાવ્રતાદિનું
१. मोक्षं हि न तावदभव्यः श्रद्धते शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात्। ततो ज्ञानमपि नासै श्रद्धते, ज्ञानमश्रद्धानश्चाचाराद्येकादशांगं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्नज्ञानी स्यात् स किल गुण: श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्धानस्यभव्यस्य श्रुताध्ययनेन न विधातु शक्येत ततस्तस्य तद्गुणाभावाः ततश्च ज्ञानश्रद्धाना-भावात् सोऽज्ञानीति प्रतिनियतः।
અર્થ:- અભવ્ય જીવ પ્રથમ તો નિશ્ચયથી મોક્ષનું જ શ્રદ્ધાન કરતો નથી. કારણ શુદ્ધજ્ઞાનમય આત્મતત્ત્વનું જ્ઞાન જ અભવ્યને નથી. તેથી અભવ્ય જીવ જ્ઞાનને પણ શ્રદ્ધાનરૂપ કરતો નથી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com