________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
મિથ્યાત્વકર્મનાં મુહૂર્તમાત્ર નિષેક તેનો અભાવ કરે છે; અને તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે. (તેને અંતરકરણ કહેવાય છે.) તે અંતરકરણ પછી ઉપશમ-કરણ કરે છે, અર્થાત્ અંત:કરણ વડ અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય કરે છે, ઇત્યાદિ ક્રિયા વડે અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિષકોને અભાવ કર્યો હતો તેનો ઉદય કાળ આવતાં તે કાળે નિષેકો વિના ઉદય કોનો આવે ? તેથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમોપશમ-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યાષ્ટિને સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરી ઉપશમસમ્યગ્દષ્ટિ થાય છે, તથા કોઈ જીવ સમ્યકત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યાષ્ટિ જેવી થઈ જાય છે.
પ્રશ્ન:- પ્રથમ પરીક્ષા વડે તત્ત્વશ્રદ્ધાન કર્યું હતું છતાં તેનો અભાવ કેવી રીતે થાય?
ઉત્તર:- જેમ કોઈ પુરુષને શિક્ષા આપી. તેની પરીક્ષા વડે તેને “આમ જ છે' એવી પ્રતીતિ પણ આવી હતી, પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો. તેથી એ શિક્ષામાં તેને સંદેહ થયો કે આમ છે કે આમ છે?” અથવા “ન માલૂમ કેમ હશે ?' અથવા તે શિક્ષાને જાક જાણી તેનાથી વિપરીતતા થઈ ત્યારે તેને અપ્રતીતિ થઈ અને તેથી તે શિક્ષાની પ્રતીતિનો તેને અભાવ થયો, અથવા પહેલાં તો અન્યથા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ થઈ હતી પણ તે શિક્ષાનો વિચાર કર્યો ઘણો કાળ થઈ ગયો ત્યારે તેને ભૂલી, જેવી પહેલાં અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ, ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય છે, અથવા પહેલાં તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો કે ન ઘણો કાળ ગયો પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ તે પ્રતીતિનો અભાવ થઈ અન્યથાપણું થયું. એ પ્રમાણે અનેક પ્રકારથી તે શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ થાય છે, તેમ જીવને શ્રીજિનદેવનો તત્ત્વાદિરૂપ ઉપદેશ થયો, તેની પરીક્ષા વડે તેને આ “આમ જ છે ' એવું શ્રદ્ધાન થયું પણ પાછળથી પહેલાં જેમ કહ્યું હતું તેમ અનેક પ્રકારથી
अर्थः- अन्तरकरणका क्या स्वरूप है? उत्तर:- विवक्षितकर्मोंकी अधस्तन और उपरिम स्थितियोंको छोड़कर मध्यवर्ती अन्तर्मुहूर्तमात्र स्थितियों के निषेकोंका परिणाम विशेषके द्वारा अभाव करनेको अन्तरकरण कहते हैं।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com