________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૦૭
પણ વિનય કરી ધર્મ માનવો તે તો વિનયમિથ્યાત્વ છે તથા ધર્મપદ્ધતિથી જે વિનય કરવા યોગ્ય હોય તેનો યથાયોગ્ય વિનય કરવો તે વિનયતા છે.
વળી જેમ કોઈ ઠેકાણે તો અભિમાનની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-માન-કષાયથી પોતાને ઉચ્ચ મનાવવા અર્થે વિનયાદિ ન કરવાં એવો અભિમાન તો નિંધ જ છે, પણ નિર્લોભપણાથી દીનતા આદિ ન કરવામાં આવે એવું અભિમાન પ્રશંસા યોગ્ય છે.
વળી જેમ કોઈ ઠેકાણે ચતુરાઈની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-માયાકષાયથી કોઈને ઠગવા અર્થે ચતુરાઈ કરવામાં આવે તે તો નિંદ્ય જ છે પણ વિવેકપૂર્વક યથાસંભવ કાર્ય કરવામાં જે ચતુરાઈ છે તે પ્રશંસા યોગ્ય જ છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી એક જ ભાવની તેનાથી ઉત્કૃષ્ટભાવની અપેક્ષાએ કોઈ ઠેકાણે નિંદા કરી હોય તથા કોઈ ઠેકાણે તેનાથી હીનભાવની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં વિરોધ ન સમજવો, જેમ કે કોઈ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભકિયા વા શુદ્ધભાવની અપેક્ષા છે એમ સમજવું. તથા જ્યાં પ્રશંસા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું.
બીજું, એ જ પ્રમાણે ઉચ્ચ જીવની અપેક્ષાએ કોઈ જીવની નિંદા કરી હોય ત્યાં તેની સર્વથા નિંદા છે એમ ન જાણવું તથા કોઈની તેથી નીચા જીવોની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં સર્વથા પ્રશંસા ન જાણવી, પણ યથાસંભવ તેના ગુણદોષ જાણી લેવા.
એ જ પ્રમાણે અન્ય વ્યાખ્યાન જે અપેક્ષા સહિત કર્યું હોય તે અપેક્ષાએ તેનો અર્થ સમજવો.
વળી શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે કોઈ અર્થ થાય છે, ત્યાં પ્રકરણ ઓળખી તેનો સંભવિત અર્થ સમજવો. જેમ કે-મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન' શબ્દ કહ્યો ત્યાં દર્શન' શબ્દનો અર્થ શ્રદ્ધાન છે, ઉપયોગ વર્ણનમાં “દર્શન' શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય સ્વરૂપગ્રહણમાત્ર છે, તથા ઇન્દ્રિય વર્ણનમાં “દર્શન’ શબ્દનો અર્થ નેત્ર વડે દેખવામાત્ર છે. વળી સૂક્ષ્મ અને બાદરનો અર્થ-વસ્તુઓના પ્રમાણાદિક કથનમાં સૂક્ષ્મ પ્રમાણસહિત હોય તેનું નામ સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રમાણસહિત હોય તેનું નામ બાદર, એવો અર્થ થાય છે; પુદ્ગલ સ્કંધાદિકના કથનમાં ઇંદ્રિયગમ્ય ન હોય તે સૂક્ષ્મ તથા ઇદ્રિયગમ્ય હોય તે બાદર, એવો અર્થ થાય છે; જીવાદિકના કથનમાં ઋદ્ધિ આદિના નિમિત્ત વિના સ્વયં રોકાય નહિ તેનું નામ સૂક્ષ્મ તથા રોકાય તેનું નામ બાદર, એવો અર્થ થાય છે; વસ્ત્રાદિકના કથનમાં પાતળાપણાનું નામ સૂક્ષ્મ તથા જાડાપણાનું નામ બાદર, એવો અર્થ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com