________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૧૩
પ્રશ્ન:- જ્યાં અન્ય અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદ્વાદ સંભવે પણ એક જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ ? જેમ પ્રથમાનુયોગમાં એક તીર્થકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે. પ્રથમાનુયોગમાં એવું કથન કર્યું કે-દેવદેવાંગના ઊપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્યાદિ પર્યાયમાં ઊપજે છે, ત્યારે કરણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરોપ્રમાણ અને દેવાંગનાનું આયુ પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે?
ઉત્તર:- કરણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્યસહિત છે પણ અન્ય અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે; માટે કરણાનુયોગનાં કથનો તો જેમ કર્યો છે તેમ જ છે પણ બીજા અનુયોગનાં કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ તીર્થંકરની સાથે મોક્ષ ગયા બતાવ્યા ત્યાં એમ જાણવું કે-એક જ કાળમાં એટલા મુનિ મોક્ષ ગયા નથી પણ જ્યાં તીર્થકર ગમનાદિ ક્રિયા મટી સ્થિર થયા ત્યાં તેમની સાથે આટલા મુનિ બેઠા અને મોક્ષ તો આગળ પાછળ ગયો. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કરણાનુયોગના કથનોનો વિરોધ દૂર થાય છે. વળી દેવદેવાંગના સાથે ઊપજી, પાછળથી દેવાંગનાએ તે શરીર તજી વચમાં અન્ય શરીર ધર્યા; તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે સાથે મનુષ્યપર્યાયમાં ઊપજ્યાં. એ પ્રમાણે વિધિ મેળવતાં વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી.
પ્રશ્ન:- એવાં કથનોમાં કોઈ પ્રકારે વિધિ મળે છે પરંતુ અન્ય વિરોધ પણ ત્યાં જોવામાં આવે છે, જેમ કે-નેમિનાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરીમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતિમાં કહ્યો, રામચંદ્રાદિકની કથા જુદા-જુદા પ્રકારથી લખી તથા એકંદ્રિયાદિને કોઈ ઠેકાણે સાસાદનગુણસ્થાન હોવું લખ્યું અને ઠેકાણે ન લખ્યું, ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે ?
ઉત્તર:- એવાં વિરોધસહિત કથનો કાળદોષથી થયાં છે. આ કાળમાં પ્રત્યક્ષ-જ્ઞાનની વા બહુશ્રુતિ પુરુષોનો તો અભાવ થયો અને અલ્પબુદ્ધિ ગ્રંથ કરવાના અધિકારી થયા, તેમને ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાસે તો તેને તેવી રીતે લખે, અથવા આ કાળમાં જૈનમતમાં પણ કેટલાક કષાયી થયા છે તેમણે કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યાં છે, એ પ્રમાણે અન્યથા કથન થયાં તેથી જૈનશાસ્ત્રોમાં પણ વિરોધ ભાસવા લાગ્યો.
હવે જ્યાં વિરોધ ભાસે ત્યાં આટલું કરવું કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે? એવો વિચાર કરી મહાન આચાર્યાદિકોનાં કહેલાં કથનને પ્રમાણ કરવાં, વળી જિનમતનાં ઘણાં શાસ્ત્રો છે તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com