________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૧૧
ગ્રહણ કરવા યોગ્ય છે કે-કદાચિત વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કહી છે, પણ જેને દાણું હોય વા અલ્પશીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુ:ખ જ પામે; તેમ કોઈને કોઈ કાર્યની અતિ મુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પ મુખ્યતા હોય તે એ ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
અહીં ઉદાહરણ-જેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો તેને ઉધમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય.
વળી જેમ કોઈને યજ્ઞસ્નાનાદિ વડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યતા છે તેના અર્થે-“જો પૃથ્વી ઊલટી જાય તોપણ હિંસા કરવાથી પુણ્યફળ થાય નહિ' એવો ઉપદેશ આપ્યો, પણ જે જીવ પૂજનાદિ કાર્યો વડે કિંચિત્ હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય નહિ એટલે તેનું તો બૂરું જ થાય. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે પરંતુ જ્યાં સુધી તે ઔષધિથી પોતાને હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરે છે, જો શીત મટવા છતાં પણ ઉષ્ણ ઔષધિનું સેવન કર્યા જ કરે તો ઊલટો રોગ થાય; તેમ કોઈ ધર્મકાર્ય તો છે પરંતુ પોતાને જ્યાં સુધી તે ધર્મકાર્યથી હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરવું. પણ જો ઊંચી દશા થતાં નીચીદશા સંબંધી ધર્મના સેવનમાં લાગ્યો જ રહે તો ઊલટો બગાડ જ થાય.
અહીં ઉદાહરણ-જેમ પાપ મટાડવા અર્થે પ્રતિકમણાદિ ધર્મકાર્ય કહ્યાં છે, પણ આત્માનુભવ થતાં પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ કર્યા કરે તો ઊલટો વિકાર વધે અને એટલા માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતીને કરવા યોગ્ય પ્રભાવનાદિ ધર્મકાર્ય કહ્યાં છે તેને વ્રતી થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને! એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ પાકાદિક ઔષધિ પૌષ્ટિક તો છે પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે, તેમ ઊંચો ધર્મ ઘણો ભલો છે પરંતુ પોતાને વિકારભાવ દૂર ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com